વડોદરા: વડોદરા ખાતે બરોડા મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા ‘BMA’s Startup Synergy’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં પદ્મશ્રી મનોજ જોશી, સાંસદ તેમજ ધારાસભ્યો સહિતના નેતાઓ પણ જોડાયા હતા. દરમિયાન બરોડા મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિમાં ₹5,11,101 નો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. આ સ્ટાર્ટ અપ સિર્નજીમાં 300થી વધુ નવા ઉદ્યોગ સાહસિકોએ ભાગ લીધો હતો.
CMનો યુવાનોને ખાસ મેસેજ
આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સક્ષમ નેતૃત્વમાં દેશ સ્ટાર્ટઅપ, મેક ઇન ઇન્ડિયા, મેડ ઇન ઇન્ડિયા જેવા અભિયાનો દ્વારા ઔદ્યોગિક ક્ષેત્રે વૈશ્વિક હરણફાળ ભરી રહ્યો છે. તેમણે પોતાના નાવિન્યસભર વિચારો દેશ અને દુનિયા સમક્ષ મુકી રહેલ New Age Power એવા યુવા ઉદ્યોગ સાહસિકોને ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’ના નિર્માણમાં યોગદાન આપવા ઉપરાંત ઉદ્યોગોના વિકાસ સાથે પર્યાવરણનું પણ જતન-સંવર્ધન કરવા અનુરોધ કર્યો હતો.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે વડોદરા ખાતે બરોડા મેનેજમેન્ટ એસોશિયેશન દ્વારા આયોજિત ‘BMA’s Startup Synergy’ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. પદ્મશ્રી મનોજ જોશી, સાંસદશ્રી તેમજ ધારાસભ્યશ્રીઓ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં આયોજિત આ અવસરે બરોડા મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા… pic.twitter.com/BaiY7J93VJ
— CMO Gujarat (@CMOGuj) October 19, 2024
પદ્મક્ષી મનોજ જોશીએ શું કહ્યું?
તો આ અવસરે પદ્મશ્રી મનોજ જોશીએ કહ્યું હતું કે, ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું વિકસિત ભારત 2047નું સ્વપ્ન નાના સ્ટાર્ટઅપ થકી પુર્ણ થશે. ભારત વૈશ્વિક આર્થિક મહાસત્તા બને તે માટે પાયાનું કામ સ્ટાર્ટઅપ કરશે. ભારતના યુવાઓમાં જે કલ્પના શકિત છે તેવી કલ્પના શકિત વિશ્વના યુવાઓમાં કયાંય જોવા મળતી નથી. નવનિર્માણ ભારતમાં સ્ટાર્ટ અપ મહત્વનો ભાગ ભજવી ઉદ્યોગ વેપારમાં વિશ્વમાં ભારત હંમેશા ધબકતું રહેશે. વર્ષ 2047માં ભારત વિકસિત દેશ બનશે ત્યારે સ્ટાર્ટઅપનો સિંહ ફાળો હશે. વડોદરા શહેર સંસ્કારી નગરી છે. વડોદરાએ ગુજરાતનું પંઢરપુર છે. ગુજરાતીઓના લોહીમાં વેપાર, સંસ્કાર, સદ્દભાવના અને રાષ્ટ્રભાવના વહે છે તેમ તેમણે ઉમેર્યુ હતું.
આ પણ વાંચો: