ETV Bharat / state

સુરતમાં સુસાઇડ નોટ લખી બેંક મેનેજરનો આપઘાત, સુસાઇડ નોટના આધારે તપાસ શરૂ - bank manager suicide - BANK MANAGER SUICIDE

સુરતમાં 32 વર્ષિય મેનેજરે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં શોકનો માહોલ. જે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.

Etv BharatBANK MANAGER SUICIDE
Etv BharatBANK MANAGER SUICIDE
author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 4, 2024, 4:39 PM IST

સુરત: શહેરના કાપોદ્રા વિસ્તાર ખાતે આવેલા સુખસાગર એપાર્ટમેન્ટમાં રહેતા ઉંમર 32 વર્ષ રાકેશ નવાપરિયા મૂળ અમરેલી જિલ્લાના વતની હતા. તેઓ અપરણિત હતા અને બંધન બેંકમાં મેનેજર તરીકે નોકરી કરતા હતા. પરિવારને આર્થિક રૂપથી મદદ કરતા હતા. પરંતુ મંગળવારે રાકેશે 'મારી એક ભૂલ બધાને નડી જેના કારણે હું આ પગલું ભરું છું' સુસાઇડ નોટમાં આ લખી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. રાકેશના માતા-પિતાનું અગાઉ અવસાન થઈ ચૂક્યું છે. રાકેશભાઈ ભાભી અને બા સાથે રહેતો હતો. પોતાના ભાઈને સુસાઇડ નોટ લખી તેણે જણાવ્યું છે કે કેટલા ઇન્સ્યોરન્સ અંગેની તમામ માહિતી પણ તેણે આપી હતી.

bank manager suicide
bank manager suicide

ઇન્સ્યોરન્સ કવર અંગે માહિતી આપી: રાકેશે પોતાના સુસાઇડ નોટમાં લખ્યું હતું કે સોરી ભાઈ હું માનસિક રીતે કંટાળી ગયો છું જેના કારણે હું આ પગલું ભરી રહ્યો છું. વંશીને હું બહુ મિસ કરીશ. તેને રોજ રમાડવાની મને બહુ મજા આવતી હતી. બા અને ભાભીનું ધ્યાન રાખજો. મને મારી એક ભૂલ જ નડી ગઈ છે જેના કારણે આ પગલું ભરું છું. તમામ લોકોને જય શ્રી કૃષ્ણ. બંધન બેંકમાં 20 લાખનું ઇન્સ્યોરન્સ કવર છે આ સાથે એચડીએફસી બેન્કમાં હોમ લોનનું પણ કવર અંગે તેણે પોતાના લખ્યું છે આ સાથે તેણે જણાવ્યું હતું કે, એસબીઆઇ બેન્કમાં પણ 20 લાખનું એક્સિડન્ટ કવર તેનું છે.

સુસાઇડ નોટના આધારે તપાસ શરૂ: આપઘાત પહેલા તેણે એક સુસાઇડ નોટ પણ લખી છે. જેમાં તમામ ઇન્સ્યોરન્સ કવર અંગે પોતાના ભાઈને જાણ પણ કરી છે. કાપોદ્રા પોલીસ PSO દિલીપ ભાઈ પાસેથી મળતી માહિતી મુજ્બ, પોલીસ દ્વારા એક્સિડેન્ટલ ડેથ અંગેની તપાસ શરૂ કરી છે. સુસાઇડ નોટના આધારે રાકેશ કયા કારણોસર આપઘાત કર્યો છે તે અંગેની પણ તપાસ પોલીસ કરી રહી છે.

  1. કામરેજની વિધાર્થિનીએ આપઘાત કરી જીવન ટુંકાવ્યું - Surat Student Suicide

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.