જૂનાગઢ: પરંપરા અને લોકવાયકાઓ આજે પણ એટલી જ અસરકારક જોવા મળે છે જેટલી આજથી વર્ષો પૂર્વે જોવા મળતી હતી. સંસ્કૃતિ અને ઉત્સવો લોક પરંપરા પર આજે પણ આધારિત જોવા મળે છે. બિલકુલ આ જ પ્રકારની એક લોક પરંપરા કોળું ન ખાવાને લઈને પણ જોવા મળે છે. પરંપરા અનુસાર બ્રાહ્મણો કોળાને ખોરાક તરીકે ગ્રહણ કરતા નથી, પરંતુ કોળુ ન ખાવું જોઈએ આ પરંપરા આજે આધુનિક યુગમાં અકબંધ રહેતી પણ જોવા મળતી નથી. તો ચાલો જાણીએ કે, શા કારણે બ્રાહ્મણો કોળુ નથી આરોગતા?
પરંપરા અને લોકવાયકા મુજબ કોળું દૈત્યનું સ્વરૂપ: સનાતન લોક સંસ્કૃતિ અને પરંપરા જેટલી આજે અસ્તિત્વ ધરાવે છે તેટલી જ અસ્તિત્વ આજથી વર્ષો પૂર્વે પણ ધરાવતી હશે. તેનું આદર્શ દ્રષ્ટાંત આજે મળી આવે છે કે, સામાન્ય રીતે બ્રાહ્મણો કોળાને ખોરાક તરીકે ગ્રહણ કરતા નથી. તેની પાછળ લોક પરંપરા અને સંસ્કૃતિ જોવા મળે છે. પરંતુ આજે આધુનિક યુગમાં બ્રાહ્મણો કોળાને ખોરાક તરીકે ગ્રહણ કરીને વર્ષો જૂની પરંપરા લોકવાયકા અને સંસ્કૃતિથી ઉપર ઊઠીને જીવી રહ્યા છે.
સામાન્ય રીતે કોળાને રાક્ષસ અથવા તો દૈત્યના સ્વરૂપ તરીકે માનવામાં આવે છે. નવરાત્રીના આઠમના દિવસે જે યજ્ઞ થાય છે તેમાં આહુતિ તરીકે કોળાનું સ્થાન હોય છે. જેથી દૈત્યના પ્રતિક રૂપે ગણાતા કોળાને બ્રાહ્મણો ખોરાક તરીકે ગ્રહણ કરતા નથી, પરંતુ આધુનિક યુગમાં આ લોકવાયકા આજે થોડે ઘણે અંશે બદલાયેલી જોવા મળે છે.
શક્તિ સ્વરૂપા કુષ્માડાને કોળું અત્યંત પ્રિય: શક્તિ સ્વરૂપા કુષ્માડાને કોળું પ્રિય હોવાની પણ લોકવાયકા આજે આટલી જ પ્રચલિત છે. જોકે કોળાને દૈત્ય કે રાક્ષસના પ્રતિક રૂપે માનવામાં આવે છે. પરંતુ કોળું માતા કુષ્માડાને અત્યંત પ્રિય છે. કોળાને સાત્વિક અને શક્તિશાળી ફળ તરીકે પણ ઓળખવામાં આવે છે.
કોળામાં પોષણનું પ્રમાણ ભરપૂર: કોળામાં લોહતત્વ પણ પુષ્કળ પ્રમાણમાં હોય છે જેથી કોઈપણ દૂર્બળ વ્યક્તિ તેને ગ્રહણ કરે તો તે શક્તિશાળી બનતો હોય છે. આદિ અનાદિ કાળથી બલિના પ્રતિક રૂપે કોળાને જોવામાં આવતું હતું. પરંતુ આધુનિક યુગમાં આજે પણ એવા અનેક બ્રાહ્મણ પરિવારો છે કે, જે કોળાને ખોરાક તરીકે આરોગે છે અને અને ખોરાક તરીકે કોળાને આરોગવુ જોઈએ તેવો પોતાનો વ્યક્તિગત અભિપ્રાય પણ આપે છે. સંસ્કૃતિની સાથે લોકવાયકામાં કોળાને દૈત્ય સાથે સરખાવવામાં આવે છે. જોકે કોળાને બલીના પ્રતિક રૂપે માત્ર જોવામાં આવે છે, પરંતુ બલીનું પ્રતિક હોવાથી કોળુ બ્રાહ્મણો ન ખાઈ શકે તે પરંપરા આજે કેટલાક બ્રાહ્મણ પરિવારોમાં જોવા મળતી નથી.
આ પણ વાંચો: