ETV Bharat / state

પોરબંદરમાં દારૂડિયા પતિએ જ કરી પત્નીની ક્રૂર હત્યા - porbandar murder - PORBANDAR MURDER

પોરબંદરમાં દારૂડિયા પતિએ રાત્રિ દરમિયાન બોથડ પદાર્થ વડે તેણે તેની પત્નીની હત્યા કરી હતી. આ ઘટના અંગે માહિતી મળતા જ એએસપી સહિતનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે આ ઘટના અંગે તપાસ શરૂ કરી છે.

porbandar murder
porbandar murder
author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 9, 2024, 9:56 AM IST

પોરબંદર: કર્લીપુલ પાસે આવેલી એક ઝૂંપડપટ્ટીમાં રહેતા સાજન ડાભી નામના એક શખ્સે તેની 48 વર્ષીય પત્ની સંગીતાબેનની હત્યા કરી નાખી છે. સાજન દારૂ પીતો હોવાને કારણે છેલ્લા ઘણા સમયથી પતિ પત્ની વચ્ચે ઝઘડાઓ ચાલતા હતા.અને તે દરમિયાન ગઈકાલે અચાનક સામાન્ય બાબતે ઝઘડો કરી સંગીતાનો પતિ સાજન ક્રૂર બની ગયો હતો.અને તેમની બોથડ પદાર્થ વડે હત્યા કરી નાખી હતી.

દારૂડિયા પતિએ કરી પત્નીની ક્રૂર હત્યા : પ્રાપ્ત મહિતી અનુસાર 7 એપ્રિલ 2024ના રોજ રાતે કર્લી પુલ નજીક ઝૂંપડપટ્ટીમાં રહેતા એક પરિવારમાં દારૂ પીવાની ટેવવાળો સાજન સામાન્ય બાબતે તેની પત્ની ઉપર ઉશ્કેરાઈ ગયો હતો. બોથડ પદાર્થ વડે તેણે તેની પત્નીની હત્યા કરી નાખી હતી. આ ઘટના અંગે માહિતી મળતા જ એએસપી સહિતનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. કબલાબાગ પોલીસે આ ઘટના અંગે તપાસ શરૂ કરી છે. તેમજ આરોપી સામે ગુનો નોંધવાની અને તેની ધરપકડ કરવાની કાર્યવાહી તત્કાલ શરૂ કરાઇ હતી. એટલું હાલ સ્પષ્ટ થયું છે,પરંતુ ઘટના આસપાસની અનેક ચોક્કસ બાબતો પર પોલીસની હાલ તપાસી રહી છે.

પત્નીનો દારૂડિયો પતિ જ આરોપી હત્યારો છે: એ.એસ.પી

હાલ ઘટના સ્થળે તપાસ ચાલી રહી છે. પ્રાથમિક તબક્કે જે માહિતી મળી છે.તે અનુસાર આ ઘટનામાં મરનાર મહિલાનો પતિ જ આરોપી છે. અને બંને વચ્ચે છેલ્લા ઘણા સમયથી ઝઘડાઓ ચાલ્યા આવતા હતા. આરોપી દારૂ પીવાની ટેવ વાળો શખ્સ હતો. અને ગઈકાલે રાત્રિ દરમિયાન જે બનાવ બન્યો હતો. તેમાં પત્નીની ક્રૂર હત્યા થઈ છે. આરોપીની અટકાયત કરીને વિશેષ પૂછપરછ હાલ ચાલી રહી છે. તેમ એ.એસ.પી સાહિત્યા વીએ જણાવ્યું હતું.

  1. સમાજની બેન-દીકરીઓ પર ટિપ્પણી સહન નહીં થાય : રાજપૂત સમાજ - Parshottam Rupala Statement
  2. મનસુખ માંડવિયાએ પોરબંદરના ઘેડ વિસ્તારમાં કર્યો ચૂંટણી પ્રચાર, 4 જિલ્લાના માલધારીઓએ ભાજપને ટેકો જાહેર કર્યો - Loksabha Election 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.