ETV Bharat / state

હિંમતનગરના ધો.10ના વિદ્યાર્થીનો 'ઈલેક્ટ્રિસિટી ફોર્મ વેસ્ટ' પ્રોજેક્ટ રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી પામ્યો - Electricity Form Waste project

હિંમતનગરના જૈનાચાર્ય આનંદધનસૂરી વિધાલયમાં ધો-10માં અભ્યાસ કરતા વિધાર્થીએ કચરો સળગતા જોઈ 'ઈલેક્ટ્રિસિટી ફોર્મ વેસ્ટ' પ્રોજેક્ટ બનાવ્યો હતો. આ પ્રોજેક્ટને અત્યાર સુધી શાળા, તાલુકા, જિલ્લા, ઝોન અને રાજ્ય કક્ષાએ પ્રથમ ક્રમ મળ્યો છે. હવે આ પ્રોજેક્ટ ગુજરાતનું પ્રતિનિધિત્વ દિલ્હીમાં સાયન્સ ફેરમાં કરશે.

Etv Bharat Gujarat
Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 24, 2024, 7:13 PM IST

Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)

સાબરકાંઠાઃ હિંમતનગરના જૈનાચાર્ય આનંદધનસૂરી વિધાલયમાં ધો-10માં અભ્યાસ કરતા પ્રજ્વીનસિંહ એ.ચંપાવતે 'ઈલેક્ટ્રિસિટી ફોર્મ વેસ્ટ' પ્રોજેક્ટ બનાવ્યો છે. જેને ગુજરાતમાં તમામ તબક્કે પ્રથમક્રમ મળ્યો છે. આ સાયન્સ પ્રોજેક્ટની પસંદગી રાષ્ટ્રીય કક્ષાએ પણ થઈ છે. હવે આ પ્રોજેક્ટ ગુજરાતનું પ્રતિનિધિત્વ દિલ્હીમાં સાયન્સ ફેરમાં કરશે.

ક્યાંથી મળી પ્રેરણા?: પ્રજવીનસિંહ જ્યારે મેમદાવાદ ગયો હતો ત્યારે ડમ્પીંગ સાઈટ પર કચરો સળગતો જોયો હતો. જેનાથી પ્રદૂષણ થઈ રહ્યું હતું. આ દ્રશ્ય જોયા બાદ પ્રજ્વીનસિંહે 'ઈલેક્ટ્રિસિટી ફોર્મ વેસ્ટ' પ્રોજેક્ટ બનાવવાનું નક્કી કર્યુ હતું. 15 દિવસમાં 8000થી વધુ ખર્ચ કરીને અલગ અલગ ચીજવસ્તુઓનો ઉપયોગ કરીને તેણે આ પ્રોજેક્ટ બનાવવામાં સફળતા મળી હતી. સ્કુલ તરફથી સ્વાસ્થ્ય વિભાગના શિક્ષક ભીખાભાઈ જી.આચાર્યના માર્ગદર્શન હેઠળ પ્રજ્વીનસિંહ ચંપાવતે આ પ્રોજેક્ટ બનાવ્યો હતો.

ગુજરાતમાં તમામ તબક્કે પ્રથમક્રમઃ 'ઈલેક્ટ્રિસિટી ફોર્મ વેસ્ટ' પ્રોજેક્ટ બનાવનાર પ્રજ્વીનસિંહે જણાવ્યું હતું કે, તેણે પોતાના આ સાયન્સ પ્રોજેક્ટ સાથે તાલુકા કક્ષાએ હિંમતનગરની સ્વસ્તિક સ્કુલમાં ભાગ લીધો હતો. જેમાં આ પ્રોજેક્ટને પ્રથમ ક્રમ મળ્યો હતો. ત્યારબાદ જિલ્લા કક્ષાએ, ઝોન કક્ષાએ અને જાન્યુઆરી 2024માં જૂનાગઢ ખાતે રાજ્યકક્ષાએ ભાગ લીધો હતો. આ તમામ કક્ષાએ 'ઈલેક્ટ્રિસિટી ફોર્મ વેસ્ટ' પ્રોજેક્ટને પ્રથમ ક્રમ મળ્યો હતો. હવે 'ઈલેક્ટ્રિસિટી ફોર્મ વેસ્ટ'ની રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી થઈ છે. સ્વાસ્થ વિભાગમાં રાજ્ય કક્ષાએ પ્રથમ નંબરે આવેલ આ પ્રોજેક્ટ રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.

પ્રોજેક્ટની કાર્યપદ્ધતિઃ 'ઈલેક્ટ્રિસિટી ફોર્મ વેસ્ટ' પ્રોજેક્ટ બેસ્ટ ફ્રોમ વેસ્ટનું ઉત્તમ ઉદાહરણ છે. જેમાં જાર બોક્સની અંદર સળગાવેલ કચરાની બાજુમાં હીટિંગ પેનલ હોય છે. કચરાથી ઊર્જા ઉત્પન્ન થઈ બેટરીમાં સેવ થાય છે. તે પાવરથી તેની બાજુમાં સેટ કરેલ એલઈડી બલ્બ ચાલુ થાય છે. સળગાવેલ કચરાનો ધુમાડો પાઈપમાંથી વોટર ટેન્કમાં આવે છે. જે વોટર કુલિંગ એરફિલ્ટરમાં આવે છે. પ્રદૂષણથી ઉત્પન્ન થયેલો કાર્બન પાણીની ઉપર તરવા લાગે છે અને પછી તે કાર્બન ફિટ કરેલા રોલરની સપાટી પર જામી જાય છે. આ જામેલો કાર્બન એક તરફ એકઠો થાય છે. તેથી પ્રદૂષણ ખૂબ જ ઓછું થાય છે. આ પ્રોજેક્ટના અમલીકરણથી વીજળી તો ઉત્પન્ન થાય છે સાથે સાથે ઉત્પન્ન થયેલ કાર્બનના ઉપયોગથી ચીજ વસ્તુઓ પણ બનાવી શકાય છે.

  1. Navsari News: નવસારીમાં એન્જિનિયરિંગ કોલેજના છાત્રોએ સૌર ઉર્જાથી ચાલતી અનોખી કાર બનાવી
  2. Advanced Voting Machine: એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓએ અદ્યતન ટેક્નોલોજી સાથે વોટિંગ મશીન બનાવીને સૌને ચોંકાવી દીધા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.