નવી દિલ્હી: ગુજરાત ટાઇટન્સ ટીમનું નિરાશાજનક પ્રદર્શન ચાલુ છે. આ સિઝનમાં શુભમન ગિલની કપ્તાનીમાં ગુજરાતે અત્યાર સુધી અપેક્ષા મુજબનું પ્રદર્શન કર્યું નથી. ગુજરાત ટાઇટન્સે અત્યાર સુધી 5 મેચમાંથી 3 મેચ હારી છે. ગયા રવિવારે લખનૌ સુપર જાયન્ટ્સની ટીમે ગુજરાતને 33 રને હરાવ્યું હતું.
જયપુર માટે ગુજરાત રવાના: ગુજરાત ટાઇટન્સની ટીમ લખનૌથી જયપુર જવા રવાના થઈ છે. જ્યાં તેની ટક્કર રાજસ્થાન સાથે થશે. ગુજરાત માટે આ મેચ મહત્વની રહેશે. ટીમ તેની 5 મેચ રમી ચૂકી છે, તેથી જો ગુજરાત રાજસ્થાન સામે હારશે તો તેની આગળ પહોંચવાની શક્યતા ઘટી જશે. આ મેચ ગુજરાત માટે ઘણી મહત્વની બની રહી છે. રાજસ્થાનની પાસે ગુજરાતને હરાવીને ટોચ પર જવાની સુવર્ણ તક હશે.
આ મેચ 10મી એપ્રિલના રોજ રમાશે: ગુજરાત ટાઇટન્સ ટીમ તેની આગામી મેચ રાજસ્થાન રોયલ્સ સાથે જયપુરના સવાઈ માન સિંહ સ્ટેડિયમમાં રમવા જઈ રહી છે. આ મેચ 10મી એપ્રિલ (બુધવાર)ના રોજ રમાશે. આ મેચમાં ગુજરાતની ટીમ જીતના પાટા પર પરત ફરવા માંગશે જ્યારે રાજસ્થાન ગુજરાતને હરાવીને પોતાનો વિજય રથ ચાલુ રાખવા માંગશે. રાજસ્થાનને આ સિઝનમાં અત્યાર સુધી એક પણ હારનો સામનો કરવો પડ્યો નથી, તેણે 4માંથી 4 મેચ જીતી છે. જ્યારે ગુજરાતની ટીમ 5માંથી માત્ર 2 મેચ જીતી શકી છે. આ સાથે તેને 3 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે..