નવી દિલ્હી: હરારેમાં રમાયેલી ત્રીજી T20 મેચમાં ભારતીય ક્રિકેટ ટીમે શુભમન ગિલની કેપ્ટન્સીમાં શાનદાર પ્રદર્શન કરી ઝિમ્બાબ્વેને 23 રનથી હરાવ્યું હતું. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ 5 મેચની T20 સિરીઝમાં 2-1ની લીડ મેળવી લીધી છે. મેચમાં ભારતીય કેપ્ટન શુંભન ગિલે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને ભારતીય બેટ્સમેનોએ આ નિર્ણયને સાચો સાબિત કર્યો છે. તેમણે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 182 રન બનાવ્યા અને પછી બોલરોએ ઝિમ્બાબ્વેની ટીમને 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 159 રન પર રોકી અને ટીમને 23 રનથી જીત અપાવી હતી.
🔙 to 🔙 wins in Harare 🙌
— BCCI (@BCCI) July 10, 2024
A 23-run victory in the 3rd T20I as #TeamIndia now lead the series 2⃣-1⃣ 👏👏
Scorecard ▶️ https://t.co/FiBMpdYQbc#ZIMvIND pic.twitter.com/ZXUBq414bI
ભારતીય બેટ્સમેનોનું શાનદાર પ્રદર્શન: આ મેચમાં ભારત તરફથી કેપ્ટન શુભમન ગિલે સૌથી વધુ રન બનાવ્યા હતા. તેમણે શાનદાર અડધી સદીની ઇનિંગ્સ રમી હતી. આ મેચમાં ગિલે 49 બોલમાં 7 ચોગ્ગા અને 3 છગ્ગા લગાવી 66 રન બનાવ્યા હતા. જ્યારે ઈનિંગની શરૂઆતથી જ આક્રમક વલણ અપનાવનાર યશસ્વી જયસ્વાલે 27 બોલમાં 4 ચોગ્ગા અને 2 છગ્ગા લગાવી 36 રનની ઈનિંગ રમી હતી. રૂતુરાજ ગાયકવાડે પણ 28 બોલમાં 4 ચોગ્ગા અને 3 છગ્ગા લગાવી 49 રનનું બનાવ્યા જ્યારે અભિષેક શર્માએ 10 રન, સંજુ સેમસને 12 રન અને રિંકુ સિંહે 1 રન બનાવ્યો હતો. અને સાથે ઝિમ્બાબ્વેના સિકંદર રઝા અને બ્લેસિંગ મુઝારાબાની 2-2 વિકેટ લીધી હતી.
1⃣0⃣0⃣ up for #TeamIndia! 👏 👏
— BCCI (@BCCI) July 10, 2024
5⃣0⃣ up for captain Shubman Gill - his 2nd in T20Is 👌 👌
Follow the Match ▶️ https://t.co/FiBMpdYQbc#ZIMvIND pic.twitter.com/4g0BllPGFC
ભારતીય બોલરો સામે ઝિમ્બાબ્વે ન ટકી શકી: ભારતના શરૂઆતના 183 રનના ટાર્ગેટને ઝિમ્બાબ્વે પૂર્ણ ન કરી શકી અને ટીમને જીત તરફ લઈ જવામાં નિષ્ફળ રહી. તમને જણાવી દઈએ કે, ક્લાઈવ મદંડેએ 2 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 37 રન અને ડીયોન માયર્સે 7 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી અણનમ 65 રન બનાવ્યા હતા.
For his economical spell of 3/15 in the second innings, Washington Sundar receives the Player of the Match award 🏆👏
— BCCI (@BCCI) July 10, 2024
Scorecard ▶️ https://t.co/FiBMpdYQbc#TeamIndia | #ZIMvIND | @Sundarwashi5 pic.twitter.com/j8jBHdz66C
મેચનો હીરો ઓફ સ્પિનર વોશિંગ્ટન સુંદર: સુંદરને ભારત માટે તેની શાનદાર બોલિંગ માટે પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો. સુંદરે 4 ઓવરમાં 3 બેટ્સમેનોને 15 રન આપી આઉટ કર્યા હતા. તમને જણાવી દઈએ કે, આ શ્રેણીની ચોથી મેચ 13મી જુલાઈએ હરારે સ્પોર્ટ્સ ક્લબમાં સાંજે 4.30 વાગ્યે રમાશે.