મુંબઈ: ભારતીય અને ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમ વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીની છેલ્લી મેચ 1 નવેમ્બર (શુક્રવાર)થી મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે, આજે મેચના ત્રીજો દિવસની રમત સવારે 09:30 વાગ્યે શરૂ થઈ ગઈ છે. ન્યુઝીલેન્ડે બીજી ટેસ્ટમાં ભારતને 113 રને હરાવીને 2-0ની અજેય લીડ મેળવી છે, જેના કારણે ટીમે પ્રથમ વખત ભારતીય ધરતી પર ટેસ્ટ શ્રેણી જીતી છે. હવે ત્રીજી ટેસ્ટમાં ભારત પોતાનું સન્માન બચાવવાનો પ્રયાસ કરશે, જ્યારે ન્યુઝીલેન્ડની નજર ક્લીન સ્વીપ પર હશે.
Ravindra Jadeja wraps things up immediately on Day 3 👌👌#TeamIndia need 147 runs to win the Third Test 🙌
— BCCI (@BCCI) November 3, 2024
Live - https://t.co/KNIvTEyxU7#INDvNZ | @IDFCFIRSTBank pic.twitter.com/AOXrDaTmFP
ન્યુઝીલેન્ડ વિરુદ્ધ અંતિમ ટેસ્ટ મેચનો આજે ત્રીજો દિવસ છે. ગત રોજ દિવસના અંતે કિવિ ટીમે 9 વિકેટે 171 રન બનાવી ભારતને 147 રનથી લીડ મેળવી હતી. આજે ભારતણે 147 રનનો ટાર્ગેટ ચેસ કરવાનો છે, પરંતુ ભારતીય ખેલાડીઓ મેદાનમાં આવતા જ ટપોટપ વિકોટ આપી પવેલીયન તરફ પાછા વળી ગયા છે.
Sarfaraz Khan dismissed for 1 in 2 balls.
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 3, 2024
INDIA 29/5 AT WANKHEDE. 🤯 pic.twitter.com/dXVEmdGT6b
ભારતની સળંગ 5 વિકટ પડી ગઈ…
ભારતની ઓપનિંગ જોડી યશસ્વી જયસ્વાલ અને રોહિત શર્મા ચાહકો તરફથી ઘણી આશાઓ સાથે આવ્યા હતા, પરંતુ પોતાના હોમ ગ્રાઉન્ડ પર રોહિતનું બેટ ચાલ્યું નહીં અને 11 બોલમાં 11 રન બનાવી હેન્રીના હાથે કેચ આઉટ થઈ ગયો. ત્યારબાદ યુવા ખેલાડી શુભમન ગિલ 4 બોલમાં 1 રન બનાવી આવતા જ એજાઝ પટેલના દ્વારા બોલ્ડ થઈ ગયો. રન મશીન કોહલી આગળની જેમ આજે પણ માત્ર 1 (7) રન બનાવી પાછો ફર્યો. ત્રણ મોટી વિકેટ ઝડપ્યા બાદ કિવિ ટીમે સંતોષ માન્યો નહીં અને યશસ્વી જયસ્વાલ 5 (16) અને સરફરાઝ ખાન 1 (2) પણ પવેલિયન પરત ફર્યા. આ સ્થિતિએ ભારતનો કુલ સ્કોર 5 વિકેટે 29 રન હતો.
Yashasvi Jaiswal dismissed for 5 in 16 balls. pic.twitter.com/d6Cih3YM6X
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 3, 2024
ભારતના ખેલાડીઓનું શરમજનક પ્રદર્શન:
ન્યુઝીલેન્ડ સામેની 3 મચોની ટેસ્ટ શ્રેણીમાં ભારતનું પ્રદર્શન શરમજનક રહ્યું છે. તમને જણાવી દઈએ કે, ભારત આગળની બંને ટેસ્ટ હારી ચૂક્યું છે અને હવે જો વાનખેડેમાં પણ ભારતીય ખેલાડીઓનું આ પ્રદર્શન રહેશે અને કોઈ મેદાનમાં ટકશે નહીં તો 92 વર્ષ બાદ ભારતનો ઘરઆંગણે વ્હાઇટ વોશ થશે. આ ઉપરાંત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ફાઈનલની શોધમાં પણ આ રમત ખૂબ મહત્વ ધરાવે છે.