અમદાવાદ: વિશ્વમાં 71માં ક્રમના ટેબલ ટેનિસ પ્લેયર મૂળ સુરતી હરમીત દેસાઈ 2024ના પેરીસ ઓલિમ્પિક માટે મેડલ જીતવાની આશા આપનાર પ્લેયર છે. નાનપણથી જ ટેબલ ટેનિસ સાથે સંકલાયેલો હરમતી દેસાઇ હાલ 31 વર્ષીય ખેલાડી છે. જેનો ટેબલ ટેનિસમાં સર્વોત્તમ રેકોર્ડ રહ્યો છે. ટેબલ ટેનિસમાં ઓફેન્સિવ રમત રમતા હરમીત દેસાઈ માટે આ પહેલી ઓલિમ્પિક છે. પણ હરમતી દેસાઈએ 2018માં ભારત તરફથી મેન્સ ટીમમાં રમતા ગોલ્ડ મેડલ જીત્યો હતો.
હરમીત દેસાઈનો આંતરરાષ્ટ્રીય રેકોર્ડ પ્રસંશનીય: છેલ્લાં એક દાયકાથી ગુજરાતી ટેબલ ટેનિસ પ્લેયર હરમીત દેસાઈનો વિશ્વ સ્તરે દેખાવ પ્રસંશનીય રહ્યો છે. 2019માં હરમીત દેસાઈએ ઈન્ડોનેશિયા ખાતે રમાયેલ ITTFના વિજેતા બન્હેયા હતા, તેઓ આ ટુર્નામેન્ટ જીતનાર પહેલા ભારતીય પ્લેયર છે. 2018 અને 2022માં હરમીત દેસાઈએ કોમનવેલ્થ ગેમમાં ટેબલ ટેનિસ પ્લેયર તરીકે હિસ્સો લઈને ગુજરાત અને દેશનું ગૌરવ વધાર્યું છે. 2022માં પણ હરમત દેસાઇએ ટીમમાં રમતા ગોલ્ડ મેડલ વિજેતા થયા હતા. 2021માં દોહા ખાતે રમાયેલ એશિયન ચેમ્પિયનશીપમાં બે ગોલ્ડ મેડલ જીત્યા છે.
આજની ઘડી રે રળીયામણી: હરમીત દેસાઈના માતા અર્ચના દેસાઈ વ્યવસાયે એડવોકેટ છે અને હરમીત દેસાઈને આંતરરાષ્ટ્રીય ખેલાડી તરીકે વિકસાવવામાં મોટી ભૂમિકા ભજવી છે. ઇટીવી ભારત સાથેના સંવાદમાં તેઓએ જણાવ્યું છે કે, આજે અમારાં કુટુંબ માટે હરમીતને ઓલિમ્પિકમાં રમતો જોવો એ ઐતિહાસિક ક્ષણ બની રહેશે. હરમીત દેશનું ગૌરવ વધારશે, અમે સમગ્ર કુટુંબ આજે હરમીતને પેરીસ ખાતે પહેલી નાર ઓલિમ્પિકમાં રમતા જોઈશું. અમારું તેને ઓલિમ્પિકમાં રમતા જોવાનું બે દાયકાનું સ્વપ્મ પૂર્ણ થયું છે. અમને આશા છે કે, હરમીત દેસાઈ ટેબલ ટેનિસમાં આજે ઇતિહાસ સર્જી શકે છે