નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે 9 જુલાઈ, મંગળવારના રોજ એક મોટી જાહેરાત કરી છે. BCCI સચિવ જય શાહે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીરને ટીમ ઈન્ડિયાના નવા મુખ્ય કોચ તરીકે જાહેર કર્યા છે. જય શાહે ઓફિસિયલ એકાઉન્ટથી કરેલી એક પોસ્ટમાં લખ્યું કે, ભારતીય ક્રિકેટ ટીમના નવા મુખ્ય કોચ તરીકે ગૌતમ ગંભીરનું ખૂબ જ આનંદ સાથે સ્વાગત કરું છું.
It is with immense pleasure that I welcome Mr @GautamGambhir as the new Head Coach of the Indian Cricket Team. Modern-day cricket has evolved rapidly, and Gautam has witnessed this changing landscape up close. Having endured the grind and excelled in various roles throughout his… pic.twitter.com/bvXyP47kqJ
— Jay Shah (@JayShah) July 9, 2024
BCCI દ્વારા જાહેરાત : જય શાહે પોસ્ટ કરતાં લખ્યું કે, આધુનિક સમયમાં ક્રિકેટનો વિકાસ ખૂબ જ ઝડપથી થયો છે અને ગૌતમે આ બદલાતા માહોલને ખૂબ નજીકથી જોયો છે. મને વિશ્વાસ છે કે, પોતાની સમગ્ર કારકિર્દી દરમિયાન વિવિધ ભૂમિકામાં શાનદાર પ્રદર્શન કર્યા બાદ, ગૌતમ ભારતીય ક્રિકેટને આગળ લઈ જવા માટે આદર્શ વ્યક્તિ છે. ટીમ ઈન્ડિયા પ્રત્યેની તેમની સ્પષ્ટ દ્રષ્ટિ અને વિશાળ અનુભવે તેમને આ રોમાંચક અને સૌથી વધુ માંગવાળી કોચિંગ ભૂમિકાને સંભાળવા માટે સંપૂર્ણ રીતે તૈયાર કરે છે. BCCI તેમને આ નવી સફર શરૂ કરવા માટે સંપૂર્ણ સમર્થન આપે છે.
India is my identity and serving my country has been the greatest privilege of my life. I’m honoured to be back, albeit wearing a different hat. But my goal is the same as it has always been, to make every Indian proud. The men in blue shoulder the dreams of 1.4 billion Indians… pic.twitter.com/N5YyyrhXAI
— Gautam Gambhir (@GautamGambhir) July 9, 2024
કોચ ગૌતમ ગંભીર : ભૂતપૂર્વ ડાબોડી બેટ્સમેન રાહુલ દ્રવિડના સ્થાને હવે ગૌતમ ગંભીર ભારતના મુખ્ય કોચ બનશે. હવે શ્રીલંકા સામેની વિદેશી શ્રેણી ગૌતમની પ્રથમ જવાબદારી હશે. ડાબોડી બેટ્સમેન ગૌતમ ગંભીર BCCI ની ક્રિકેટ સલાહકાર સમિતિ સમક્ષ ઈન્ટરવ્યુ માટે હાજર થયા અને ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ બનવા માટે તેઓ મનપસંદ ઉમેદવાર હતા.
🚨 GAUTAM GAMBHIR HAS BEEN APPOINTED AS INDIA'S NEW HEAD COACH...!!!! 🚨 pic.twitter.com/KLArPKTwth
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 9, 2024
ગૌતમ ગંભીરની કારકિર્દી :
ગૌતમ ગંભીર 2007 T20 વર્લ્ડ કપ વિજેતા ભારતીય ટીમ અને 2011 ODI વર્લ્ડ કપ વિજેતા ભારતીય ટીમનો ભાગ હતો. ગૌતમ ગંભીરે ભૂતપૂર્વ બેટ્સમેન તરીકે 58 ટેસ્ટ, 147 ODI અને 37 T20 રમી હતી, જેમાં તેમણે અનુક્રમે 4154, 5238 અને 932 રન બનાવ્યા હતા.
સાથે જ ગૌતમ ગંભીર ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ફ્રેન્ચાઇઝી કોલકાતા નાઇટ રાઇડર્સના (KKR) માર્ગદર્શક હતા. શ્રેયસ અય્યરની આગેવાની હેઠળની ટીમે IPL 2024 જીતી હતી. ઉપરાંત ગૌતમ ગંભીરે IPL ટીમ લખનૌ સુપર જાયન્ટ્સનું કોચિંગ પણ કર્યું હતું.