ETV Bharat / politics

વલસાડ-ડાંગ બેઠક પર ભાજપમાંથી જ ઉમેદવાર બદલવાની ઉઠી માંગ, પત્રિકા વાઇરલ થતાં રાજકારણ ગરમાયુ - valsad dong lok sabha seat

વલસાડ-ડાંગ બેઠક ઉપર મૂળ વાંસદા નજીક ઝરી ગામના કહેવાતા ઉમેદવારનું નામ જાહેર કરવામાં આવતા વર્ષો થી ભાજપમાં લોહી રેડીને નિષ્ઠા પૂર્વક કામ કરનારા કાર્યકર્તા ઓ નારાજ થયા હોવાની પત્રિકા વાઇરલ થઈ હતી, ત્યાર બાદ આજે ફરી જે.પી નડ્ડાને સંબોધી ને એક પત્ર વાઇરલ થયો છે, જેમાં ઉમેદવાર બદલવા ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને જો તેમ ના કરાય તો ભાજપને નુકશાન થશેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

વલસાડ-ડાંગ બેઠક પર ભાજપમાંથી જ ઉમેદવાર બદલવાની ઉઠી માંગ

author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 25, 2024, 3:27 PM IST

વલસાડ-ડાંગ બેઠક પર ભાજપમાંથી જ ઉમેદવાર બદલવાની ઉઠી માંગ

વલસાડ: વલસાડ-ડાંગ લોકસભા બેઠક ઉપર ધવલ પટેલની મહોર ભારતીય જનતા પાર્ટીએ મારી છે. જો કે ધવલ પટેલ સ્થાનિક ન હોવાને લઈને હાલ ઉમેદવારે પોતાની ઓળખ દરેક જગ્યાએ પોતે સ્થાનિક હોવાની આપવી પડી રહી છે. વળી વલસાડના કાર્યકર્તાઓમાં પણ તે સ્થાનિક ન હોવાને લઈને આંતરિક રીતે ખાસી નારાજગી પણ જોવા મળી રહી છે. પરંતુ કોઈ પણ કાર્યકર્તા ખોલીને બોલવા સમગ્ર બાબતે તૈયાર નથી. તેમ છતાં હાલ તો કેટલીક પત્રિકાઓ વાયરલ થઈ રહી છે અને આ પત્રિકામાં ઉમેદવાર બદલો નહીં તો ભાજપને ચૂંટણીમાં નુકસાન થશેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

વલસાડ-ડાંગ બેઠક પર ઉમેદવારને લઈને પત્રિકા થઈ વાયરલ

નડ્ડાના નામે પત્રિકા: પ્રથમ વાયરલ થયેલી પત્રિકામાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, પાર્ટીએ ધવલ પટેલને ચૂંટણીમાં ઉતારીને મોટી ભૂલ કરી છે. જેના કારણે સ્થાનિક કાર્યકર્તાઓ ખૂબ નારાજ થયા છે. પરંતુ પાર્ટી શિસ્ત આધારે ચાલતી હોય કોઈપણ કાર્યકર્તાઓ બોલવા તૈયાર નથી. જોકે આ સમગ્ર બાબતે જાણકારી મેળવવી હોય તો આઈબી રિપોર્ટ મંગાવો જેથી કરીને સમગ્ર હકીકત બહાર આવી શકે સાથે જ પ્રથમ વાયરલ થયેલી પત્રિકામાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, ડોક્ટર કે.સી.પટેલ અને ડી.સી.પટેલના પરિવાર સિવાય કોઈ પણને ટિકિટ આપો તો વલસાડ ડાંગ બેઠક જીતી જવાશે તેઓ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

વલસાડ બેઠક પર ભાજપના ઉમેદવાર ધવલ પટેલ
વલસાડ બેઠક પર ભાજપના ઉમેદવાર ધવલ પટેલ

ભાજપમાં અસંતોષ: ધવલ પટેલનું નામ જાહેર થયા બાદ વલસાડ-ડાંગ ભાજપમાં પત્રિકા વાયરલ થતાં ઘેરા પ્રત્યાગતો પડી રહ્યા છે વાયરલ થયેલી પત્રિકામાં જણાવ્યા મુજબ કાર્યકર્તાઓ અનેક જગ્યાએ નિષ્ક્રિય બની ગયા છે જેની પાછળનું કારણ છે કે ઉમેદવાર સ્થાનિક નથી જેના કારણે તેઓ સંપૂર્ણપણે નિષ્ક્રિય છે જે આગામી ચૂંટણીમાં પક્ષને મુશ્કેલીમાં મૂકી શકાય તેવી સ્થિતિ શકે છે જેથી ઉમેદવાર બદલવા પત્રિકામાં પણ ઉલ્લેખ કરાયો છે

આજે હોળીના દિવસે વધુ એક લેટર વાયરલ: પ્રથમ પત્રિકા વાયરલ થયા બાદ આજે હોળીના દિવસે વધુ એક લેટર સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, જો ધવલ પટેલ જેવા ઉમેદવારને બદલવામાં નહીં આવે તો ધરમપુર વાંસદા-ડાંગ અને કપરાડા જેવી વિધાનસભા પણ ગુમાવવાનો વારો આવશે કારણ કે સ્થાનિક કક્ષાના આદિવાસી સમાજના લોકો સ્થાનિક ઉમેદવારને જ પ્રથમ પસંદગી કરતા હોય છે અને ધવલ પટેલ સ્થાનિક ન હોવાનું લોકો જાણી ચૂક્યા છે

ભારતીય જનતા પાર્ટી એક શિસ્ત બંધ પાર્ટી છે, કોઈપણ ઉમેદવારને પસંદ કરતા પહેલા તે તમામ પાસાઓ ચકાસી અને તે બાદ જ ઉમેદવારને ચૂંટણીમાં ઉમેદવાર તરીકે જાહેર કરે છે ત્યારે વાયરલ થયેલો પત્ર એ ભારતીય જનતા પાર્ટીનો નથી કોંગ્રેસ પોતાની હાર ભાળી ગઈ હોવાને લઈને પત્રિકા વાયરલ કરાઈ.

ઉમેદવારોને લઈને શરૂ થયો વિરોધનો વંટોળ: ઉમેદવાર બદલે તો પણ નફો છે અને ઉમેદવાર ન બદલે તો પણ નફો છે કારણ કે, અમે સ્થાનિક લેવલે રોડ-રસ્તાથી લઈને નાનામાં નાની સમસ્યા મોટામાં મોટી સમસ્યા સાથે લોકોની સાથે રહ્યા છે, અને એના પ્રાણ પ્રશ્નોની વિશે અમને પૂરેપૂરી ખબર છે અને ઉમેદવાર બીજા ગમે તે ઉમેદવાર હોય અમે અમારી ઉમેદવારી ચાલુ રાખીશું. લોકોનો પ્રતિસાદ અમને ખૂબ મળી રહ્યો છે અને આ લોકસભા વલસાડ 26 અમે ખૂબ બહુમતીથી અમે જીતીશું ધવલ પટેલ એ પોતે કહે છે કે, સ્થાનિક્ છે પરંતુ એ પોતે જાણે છે અથવા એમને ઝરીમાં એટલા મોકલી દો અને તેમનું ઘર ક્યાં છે. ત્યારે આપણને ખબર પડી જશે કે એ ક્યાંના છે અને ક્યાંના વતની છે.

ભાજપને મુશ્કેલીની ચિમકી: વલસાડ-ડાંગ બેઠક ઉપર સ્કાયલેબની જેમ ધવલ પટેલને ઉમેદવાર તરીકે ઉતારી દેવાતા અનેક સંભવિત ઉમેદવારોમાં નારાજગી વ્યાપી ગઈ હતી. જોકે હાલ સંભવિત તમામ ઉમેદવારો પણ જાહેર કરાયેલા ધવલ પટેલ સાથે પ્રચારમાં દેખાઈ રહ્યા છે, પરંતુ આંતરિક નારાજગી વાઇરલ થયેલા પત્રોમાં છતી થઈ રહી હોવાની ચર્ચા પત્રો વાઇરલ થયા છે. જો વાઇરલ પત્ર હકીકત હોય તો નક્કી છે કે, વલસાડ ભાજપ સંગઠનના કાર્યકર્તાઓમાં વ્યાપક નારાજગી છે, અને તેઓ ચોક્કસ નિષ્ક્રિય રહેશે. આમ વાઇરલ થયેલા પત્ર એ વલસાડ લોકસભા ચૂંટણીમાં ઉમેદવાર બદલવા માટેની ફરજ પડી શકે તેમ છે અને જો તેમને ન કરાય તો ભાજપે કરેલો નવા ઉમેદવાર મૂકવાનો અખતરો તેને ભારી પડી શકે છે.

  1. Loksabha Election 2024 : ભાજપ ઉમેદવારે વલસાડના જમાઈ હોવાની જાહેર મંચ ઉપરથી ઓળખ આપી, કોંગ્રેસ ઉમેદવારે લીધી ચુટકી
  2. Lok Sabha 2024: વલસાડ-ડાંગ બેઠક પર કોઈ સક્ષમ ઉમેદવાર ભાજપને ન મળતાં દિલ્હીથી ચૂંટણીમાં ઉમેદવાર લાવવો પડ્યો - અનંત પટેલ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.