હૈદરાબાદઃ વર્ષ 2018માં પ્રત્યક્ષ આવક સહાયતા વિષયક નવી યોજના, પીએમ કિસાન સમ્માન નિધિનું અમલીકરણ કરવામાં આવ્યું હતું. આ યોજના અતંર્ગત ખેડૂતોને પહેલો હપ્તો વર્ષ 2019ની ચૂંટણી અગાઉ ચૂકવવામાં આવ્યો હતો.
કેન્દ્રીય બજેટને લઈને એગ્રિકલ્ચર સેક્ટરને બહુ આશાઓ છે.
1. બજેટ ઈકોસિસ્ટમ લેવલે કેટલીક મહત્વની બાબતો પર નિર્ણય કરી શકે છે. જેમાં ખેડૂતો માટે સસ્તી લોન, સિંચાઈના અને અન્ય કૃષિ વિષયક ઉપકરણોની ખરીદી માટે સસ્તા દરની લોન પર બજેટમાં જોગવાઈ કરી શકાય છે. બજેટમાં દીર્ઘકાલીન ફંડિંગ પર ધ્યાન આપી શકાય. પાક વીમો કૃષિ વિકાસ તેમજ અન્ય બફર યોજનાઓ લાગુ કરવી જોઈએ. બજેટમાં પાક વીમા યોજનાના વિસ્તૃતિકરણ પર ધ્યાન આપવું જોઈએ.
હવે એગ્રિકલ્ચર ટેકનોલોજીમાં નવી ટેકનોલોજીને પ્રોત્સાહિત કરવાનો સમય આવી ગયો છે. પાણીની અછતવાળા ભારત દેશમાં ડ્રિપ ઈરિગેશન એક મોટું પરિવર્તન લાવી શકે છે. લિફ્ટ ઈરિગેશન અને વર્ટિકલ ફાર્મિંગને પ્રોત્સાહન આપીને ખેતીલાયક જમીનની અછતની સમસ્યાનો ઉકેલ મેળવી શકાય છે. બજેટ 2024માં આવા નવા એગ્રીકલ્ચર ઈનોવેશનને પ્રાધાન્ય આપવું જોઈએ.
પ્રી સેલ અને પોસ્ટ સેલ ઈન્ફ્રાસ્ટ્રકચરમાં યોગ્ય રોકાણ થઈ રહ્યું નથી. જેમકે, માટીની ગુણવત્તાની તપાસ તેમજ પરીક્ષણ કીડેટા પોઈન્ટ છે. જેના માટે મોટું રોકાણ કરીને મોબાઈલ સોઈલ ટેસ્ટિંગ લેબ્સ બનાવવી જોઈએ. આ ઉપરાંત વેરહાઉસ, કોલ્ડ સ્ટોરેજ તેમજ લો વેસ્ટેજ ટ્રાન્સપોર્ટેશન વગેરે મુદ્દા પર પણ વિચાર થવો જોઈએ. જયાં સુધી આ બધી બાબતો મજબૂત નહિ થાય ત્યાં સુધી એગ્રી ઈકો સિસ્ટમ પર ખરાબ અસર થતી રહેશે. સરકારે પીપીપીના માધ્યમથી વેરહાઉસ, કોલ્ડ સ્ટોરેજ, પ્રાયમરી પેક હાઉસીસ, રેફર વાન વગેરે સુવિધા ઉપલબ્ધ કરાવવી જોઈએ. એગ્રિકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રકચરને પણ પ્રોત્સાહિત કરવું જોઈએ.
આ બજેટમાં દાળો, ખાદ્યતેલ અને શાકભાજી માટે પણ વિવિધ જોગવાઈઓ થાય તે ઈચ્છનીય છે. ડોમેસ્ટિક ડિમાન્ડને પહોંચી વળવા ભારતે નાણાંકીય વર્ષ 2024-25માં અંદાજિત 10 લાખ ટન તુવેર દાળની આયાત કરવી પડે તેમ છે. તુવેર દાળનો પાકમાં નુકસાનીને લીધે આ વર્ષે ભારતે તેની આયાત વધારવી પડશે. તુવેર દાળના આ સંકટને લીધે ભારતે આફ્રિકન દેશો પર નિર્ભર રહેવું પડશે.
ભારતમાં મહારાષ્ટ્ર, કર્ણાટક અને ઉત્તર પ્રદેશ તુવેર દાળના મોટા ઉત્પાદક છે, આ ત્રણેય રાજ્યમાં આ વર્ષે અનિયમિત ચોમાસુ જોવા મળ્યું હતું. ભારત સરકારે રજૂ કરેલા અનુમાન મુજબ વર્ષ 2022-23માં દેશમાં તુવેર દાળનું ઉત્પાદન 3.4 મિલિયન મેટ્રિક ટન હતું, જે ગત વર્ષના ઉત્પાદન 4.2 મિલિયન મેટ્રિક ટનની સરખામણીમાં 19 ટકા ઓછું હતું. જો કે વર્ષ 2019 થોડું સારુ રહ્યું હતું જેમાં ઉત્પાદન 3.3 મિલિયન મેટ્રિક ટન હતું, પરંતુ ભારતીય તુવેલ પાક ઉત્પાદનમાં વર્ષ 2018 બાદ ઘટાડો જોવા મળ્યો છે.
એગ્રિકલ્ચર ડિપાર્ટમેન્ટના આંકડા અનુસાર ચાલુ વર્ષે ખરીફ સીઝનમાં દાળોનું વાવેતર ઘટીને 122.72 લાખ હેક્ટર થઈ ગયું છે, જે સપ્ટેમ્બર 2023 સુધી 122.57 લાખ હેક્ટર હતું. ગત વર્ષે આ પ્રમાણ 128.49 લાખ હેક્ટર નોંધાયું હતું. જેના લીધે કિંમતોમાં મોટો ઉતાર ચઢાવ જોવા મળે છે. જો કે દાળ ભારતીયોના ખોરાકનો મુખ્ય ઘટક છે. તેથી તુવેરની દાળની કિંમતનો બહુ મોટો પ્રભાવ મોંઘવારી પર પડે છે.
તે જ રીતે ખાદ્ય તેલોની અછતને લીધે દેશ વાર્ષિક 10 બિલિયન ડોલરનું ખાદ્ય તેલ આયાત કરવા મજબૂર છે. વિડંબણા એ છે કે ભારતે વર્ષ 1990ની શરુઆતથી જ ખાદ્ય તેલોમાં આત્મનિર્ભરતા હાંસલ કરી લીધી હતી. બજેટમાં આયાતને ઓછી કરવા માટે અખાદ્ય તેલોને ભારતના ડોમેસ્ટિક બજારમાં ફરીથી લાવવા માટે ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
ખેડૂતોની આવકના સ્ત્રોતોમાં વિવિધતા લાવવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ. ઉદાહરણ તરીકે, મહામારી બાદ જૈવિક ખેતીમાં ઝડપી વૃદ્ધિ જોવા મળી છે. બજેટમાં ખેડૂતોને ટકાઉ ક્ષેત્રોમાં પાક વૈવિધ્યકરમમાં સ્પષ્ટ પ્રોત્સાહન આપવું જોઈએ. બજેટ ખેડૂતોને જુવાર અને બાજરી જેવા બરછટ અને પૌષ્ટિક પાકોમાં વિવિધતા લાવવા માટે પ્રોત્સાહિત કરી શકે છે. તેનાથી પેરિસ સમજુતિ અંતર્ગત લક્ષ્ય હાંસલ કરવામાં મદદ મળશે.
ભારતમાં ટોપોટેશિક અને ફોસ્ફેટિક ખાતરના બદલે યુરિયાનો વધુ ઉપયોગ થાય છે. તેનું મુખ્ય કારણ છે યુરિયાની ઓછી કિંમત. તેનાથી જમીનની તંદુરસ્તી પર દુષ્પ્રભાવ પડ્યો. યુરિયાનો ઉપયોગ ઘટાડવા માટે બજેટમાં ડાયરેક્ટ બેનિફિટ સ્કીમમાં પરિવર્તન કરવું જરૂરી છે. બજેટમાં કૃષિ અનુસંધાને મોટા પરિવર્તન કરીને શરુઆત કરવી જોઈએ. એગ્રિકલ્ચર જીડીપીના માત્ર 0.35 ટકા જ આ ક્ષેત્રના સંશોધન અને વિકાસ પાછળ ખર્ચાય છે. જ્યારે ચીન 0.80 ટકા ખર્ચ કરે છે. તાજેતરમાં જ સીજીઆઈએઆરની એક રિપોર્ટમાં ખેતી અનુસંધાન એવં વિકાસમાં વૃદ્ધિનો દર 10:1 જાહેર કરવામાં આવ્યો છે.
એગ્રિકલ્ચર સેક્ટરનો વિકાસ માત્ર માટીની ગુણવત્તા અને ઉત્પાદનમાં જ રહેલો છે તેવું નથી, તે સિવાય ખેડૂતોની આવકને પણ આધારિત છે. એગ્રિકલ્ચર બજાર કેન્દ્રીય બજેટથી જે સૌથી મોટી અપેક્ષા રાખે છે તે કૃષિ વિધેયકોની વધુ સ્પષ્ટતા છે. ખાસ કરીને કૃષિ ઉપજના માર્કેટ પર. 2 વર્ષનું લાંબુ ખેડૂત આંદોલન પૂર્ણ થઈ ગયું છે અને સરકારે બિલ પરત ખેંચી લીધું છે. જો કે, અર્થ વ્યવસ્થા માટે એગ્રિકલ્ચરમાં સુધારા હજૂ આવશ્યક છે. ખેડૂતોને માત્ર નક્કી કરેલ માર્કેટ સુધી સીમિત રાખવાને બદલે તેમને અન્ય વિકલ્પ પૂરો પાડવો જરુરી છે. બજેટ 2024માં આ વિષયે સ્પષ્ટતા થાય તે જરુરી છે.
એગ્રિકલ્ચરમાં ટેકનોલોજી અને એન્ટરપ્રિન્યોરશિપનો ઉપયોગ
બજેટ 2024માં એગ્રિકલ્ચરમાં ટેકનોલોજી અને એન્ટરપ્રિન્યોરશિપના ઉપયોગ માટે વ્યાપક પરિવર્તન લાવવું જોઈએ. વાતાવરણ, પાકની કિંમતો, સરકારી નીતિઓની જાણકારી જેટલા વધુ પ્રમાણમાં ખેડૂતો પાસે પહોંચશે તેટલા વધુ પ્રમાણમાં બહેતર નિર્ણય લેવામાં મદદ મળી શકે છે. બજારમાં પર્યાપ્ત કૃષિ સ્ટાર્ટ અપને બજેટ 2024માં ખેડૂતોને લાભ મળે તેવી જોગવાઈ થાય તે બહુ આવશ્યક છે.