ETV Bharat / international

80 કિલોનો મહાકાય અજગર છત પરથી પડ્યો, જુઓ વાયરલ વીડિયો - 80 KG PYTHON CRASHES THROUGH

મલેશિયામાં એક ભયંકર અજગર ઘરની છત પરથી નીચે પડ્યો હતો. જેના કારણે ઘરમાં ખળભળાટ મચી ગયો હતો. રેસ્ક્યુ ટીમને પણ પરસેવો વળવા લાગ્યો હતો.

અજગરની પ્રતિકાત્મક તસ્વીર
અજગરની પ્રતિકાત્મક તસ્વીર (ETV Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 7, 2024, 5:54 PM IST

હૈદરાબાદ: મલેશિયાના એક ઘરમાંથી હચમચાવી દેતો વીડિયો સામે આવ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં એક મકાનમાં એક વિશાળકાય અજગર અચાનક છત તોડીને ફ્લોર પર પડી ગયો હતો. ઘણી મહેનત બાદ રેસ્ક્યુ ટીમના સભ્યોએ આ ભયાનક અજગરને કાબુમાં લીધો હતો.

સોશિયલ મીડિયા પર સૌથી વધુ વાયરલ થયેલા એક વીડિયોમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક વિશાળ કાળો અજગર મલેશિયન પરિવારના લિવિંગ રૂમની છત પરથી નીચે ફ્લોર પર પડતો બતાવવામાં આવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે તેનું વજન 80 કિલો હતું. અજગર એટલો લાંબો હતો કે તેનો એક છેડો નીચેની ખુરશીઓ પર હતો અને બીજો છેડો (પૂંછડી) ઉપરની છત પર હતો. પરિવારે આ અંગે રેસ્ક્યુ ટીમને જાણ કરી હતી. અજગર જે છત તોડીને નીચે પડ્યો તે સફેદ રંગની ફોલ્સ સિલિંગ હોવાનું જણાયું હતું.

મલેશિયાના કેમ્પંગ ડ્યુમાં એક પરિવાર સ્તબ્ધ થઈ ગયો જ્યારે પાંચ મીટરનો અજગર તેમની છત તોડીને તેમની ખુરશીઓ પર પડ્યો. આ ડરામણા અજગરને જોઈને પરિવારના સભ્યોને પરસેવો વળી ગયો હતો. ઘરમાં હંગામો મચી ગયો અને પછી કોઈક રીતે રેસ્ક્યુ ટીમને તેની જાણ કરવામાં આવી. રેસ્ક્યુ ટીમે ઘણી મહેનત બાદ આ અજગરને કાબુમાં લીધો હતો. કહેવાય છે કે આ અજગરને સુરક્ષિત જંગલોમાં છોડી દેવામાં આવ્યો હતો.

  1. મેલબોર્નમાં યહૂદી પ્રાર્થના સ્થળ પર આગચંપી, નેતન્યાહૂએ કરી નિંદા, ઓસ્ટ્રેલિયન સરકાર પર સાધ્યું નિશાન
  2. રાજનાથ સિંહ રશિયાની 3 દિવસની મુલાકાતે જશે, 21મી આંતર-સરકારી આયોગની બેઠકમાં ભાગ લેશે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.