ETV Bharat / entertainment

Good News: મા બનવા જઈ રહી છે દીપિકા પાદુકોણ, રણવીર સિંહ સાથે ફેન્સને આપ્યા ખુશખબર, 7 મહિના બાદ બાળકને આપશે જન્મ - Deepika Padukone pregnant

બોલિવૂડ સ્ટાર કપલ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે આખરે તેમના ફેન્સને ખુશખબર આપી દીધા છે. દીપિકા પાદુકોણ માતા બનવા જઈ રહી છે.

દીપિકા પાદુકોણ પ્રેગ્નન્ટ
દીપિકા પાદુકોણ પ્રેગ્નન્ટ
author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 29, 2024, 11:11 AM IST

મુંબઈઃ બોલિવૂડ અને ટીવી જગતમાંથી એક પછી એક સારા સમાચાર આવી રહ્યા છે. હાલમાં જ ઘણી અભિનેત્રીઓએ પોતાના પહેલા બાળકને જન્મ આપ્યો છે અને ઘણી પ્રેગ્નન્ટ પણ છે. આવી સ્થિતિમાં, આ ખુશીને બમણી કરવા માટે, બોલિવૂડ સ્ટાર કપલ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે પણ વહેલા અથવા મોડા તેમના ચાહકોને ખુશખબર આપી છે. આજે 29 ફેબ્રુઆરીએ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે સોશિયલ મીડિયા પર તેમના ચાહકોને ખુશખબર આપ્યા હતા. દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે વર્ષ 2018માં લગ્ન કર્યા હતા. દીપિકા પાદુકોણ લગ્નના 6 વર્ષ બાદ માતા બનવા જઈ રહી છે.

દીપકા પાદુકોણ અને રણવીર સિંહે આજે 29મી ફેબ્રુઆરીએ તેમની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર એક સારા સમાચાર શેર કર્યા છે. જેમાં સ્ટાર કપલે બાળકોના કપડા અને નાના શૂઝની તસવીર શેર કરી છે. આ તસવીરના કેપ્શનમાં રણવીર-દીપિકાએ જોડેલા હાથ અને નજર બટ્ટુની ઈમોજી શેર કરી છે.

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણના ફેન્સ માટે આ ખુશખબર કોઈ ટ્રીટથી ઓછી નથી. હવે આ કપલને સોશિયલ મીડિયા પર અભિનંદનનો પૂર મળ્યો છે. 12th fail ફિલ્મના અભિનેતા વિક્રાંત મેસીએ લખ્યું છે, OMG, તમને બંનેને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. કૃતિ સેનને લખ્યું છે, OMG તમને બંનેને અભિનંદન.

સોનાક્ષી સિન્હા, સોનુ સૂદ, શહેનાઝ ગિલ, વરુણ ધવન, આયુષ્માન ખુરાના, ગૌરી ખાન, અનુપમ ખેર, રકુલ પ્રીત સિંહ, હંસિકા મોટવાણી, સોનમ કપૂર, અંગદ બેદી, નેહા ધૂપિયા, શાહિદ કપૂરની પત્ની મીરા કપૂર, મસાબા ગુપ્તા, ભુમિયા ગુપ્તા, અનન્યા પાંડેની માતા ભાવના પાંડે, ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રા, સોફી ચૌધરી, મહિપ કપૂર, નીના ગુપ્તા સહિતના સ્ટાર્સે રણવીર દીપિકાને અભિનંદન પાઠવ્યા છે. રણવીર-દીપિકાની ગુડન્યૂઝ પોસ્ટને અડધા કલાકમાં 5 લાખથી વધુ લાઈક્સ મળી છે.

  1. Anant Ambani Pre-Wedding: અંબાણી પરિવારનો દેશી અંદાજ, 'અન્ન સેવા'માં ગ્રામજનોને પોતાના હાથે ભોજન પીરસ્યું
  2. Anant Ambani Pre-wedding: અનંત અંબાણીના પ્રિ-વેડિંગમાં દેશી કળાના રંગો, રાજસ્થાનની બ્લુ પોટરી અને મિનિએચર આર્ટ મહેમાનોને મંત્રમુગ્ધ કરશે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.