મુંબઈઃ બોલિવૂડની સુંદર અભિનેત્રીઓમાંની એક કેટરિના કૈફ આજે 16 જુલાઈએ પોતાનો 41મો જન્મદિવસ ઉજવી રહી છે. કેટરિના બ્રિટીશ મુળ ભારતીય અભિનેત્રી છે, તેણે મોડલિંગથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેણે 2003માં રિલીઝ થયેલી ફિલ્મ બૂમથી બોલિવૂડમાં પોતાની અભિનય કારકીર્દીની શરૂઆત કરી હતી. આજે 21 વર્ષ પછી કેટરીના ઇન્ડસ્ટ્રીની સૌથી સફળ અભિનેત્રીઓમાંની એક છે. તેની નેટવર્થ તેના પતિ વિકી કૌશલ કરતા વધુ છે. તેણે 9 ડિસેમ્બર 2021ના રોજ અભિનેતા વિકી કૌશલ સાથે લગ્ન કર્યા. ચાલો જાણીએ કે એક્ટિંગ સિવાય કેટરીનાની આવકનો અન્ય સ્ત્રોત શું છે અને તેની નેટવર્થ કેટલી છે.
જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો કેટરીના કૈફની નેટવર્થ તેના પતિ વિકી કૌશલ કરતા વધુ છે. કેટરીના એક ફિલ્મ માટે 12 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. આ સિવાય તે બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ માટે લગભગ 6 થી 7 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. આ કારણે તેની વાર્ષિક આવક 30 થી 35 કરોડ રૂપિયા છે. વિકી વિશે વાત કરીએ તો, તે એક ફિલ્મ માટે લગભગ 3 થી 4 કરોડ રૂપિયા અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ માટે 2 થી 3 કરોડ રૂપિયા લે છે. જો રિપોર્ટ્સનું માનીએ તો કેટરીનાની કુલ સંપત્તિ 260 કરોડ રૂપિયાની આસપાસ છે, જ્યારે વિકીની કુલ સંપત્તિ 41 કરોડ રૂપિયાની આસપાસ હોવાનું કહેવાય છે.
કેટરિનાની નેટવર્થ કેટલી છે? કેટરિના કૈફ પાસે બાંદ્રામાં 3BHK એપાર્ટમેન્ટ છે જેની કિંમત લગભગ 8 કરોડ રૂપિયા છે. આ સિવાય તેમનો લંડનમાં એક બંગલો છે જેની કિંમત 7-8 કરોડ રૂપિયા છે. કેટરિના પાસે કારનું સારું કલેક્શન પણ છે જેમાં ઓડી, મર્સિડીઝ, રેન્જ રોવર વોગનો સમાવેશ થાય છે. 2019માં ફોર્બ્સની 100 સૌથી ધનિક સેલેબ્સની યાદીમાં કેટરિના 23મા નંબરે હતી.