મુંબઈઃ કારોબારી સપ્તાહના અંતિમ દિવસે શેરબજાર ભારે ઘટાડા સાથે રેડ ઝોનમાં બંધ થયું હતું. BSE પર સેન્સેક્સ 703 પોઈન્ટના ઘટાડા સાથે 81,793.16 પર બંધ રહ્યો હતો. જ્યારે NSE પર નિફ્ટી 0.79 ટકાના ઘટાડા સાથે 25,049.85 પર બંધ થયો હતો.
આજના ટ્રેડિંગ સેશન દરમિયાન દલાલ સ્ટ્રીટના રોકાણકારોને 15 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. માત્ર પાંચ ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ લગભગ 4,000 પોઈન્ટ તૂટ્યો છે. ઈરાન-ઈઝરાયેલ યુદ્ધના બેવડા આંચકા અને ચીનના સ્ટિમ્યુલસ પેકેજના કારણે ભારતીય શેરબજારમાં મંદી જોવા મળી રહી છે.
આજના ટ્રેડિંગ સેશન દરમિયાન નિફ્ટીમાં ઈન્ફી, ઓએનજીસી, એચડીએફસી લાઈફ, ટાટા મોટર્સ અને વિપ્રો ટોપ ગેનર્સની યાદીમાં સામેલ હતા, જ્યારે એમએન્ડએમ, બજાજ ફાઈનાન્સ, એશિયન પેઈન્ટસ, નેસ્લેઈન્ડ અને બીપીસીએલ ટોપ લૂઝર્સની યાદીમાં સામેલ હતાં.
ઓપનિંગ માર્કેટ: ટ્રેડિંગ સપ્તાહના અંતિમ દિવસે શેરબજાર લાલ નિશાનમાં ખુલ્યું હતું. BSE પર સેન્સેક્સ 99.71 પોઈન્ટ અથવા 0.12 ટકાના ઘટાડા સાથે 82,397.39 પર ખુલ્યો હતો. તે જ સમયે, NSE પર નિફ્ટી 41.30 પોઈન્ટ અથવા 0.16 ટકાના ઘટાડા સાથે 25,208.80 પર ખુલ્યો હતો.
આ પણ વાંચો: