ETV Bharat / business

સક્સેસ મંત્ર: જો IPO ખરીદવો છે તો આ 5 ટિપ્સ ફોલો કરો, એલોટમેન્ટની શક્યતા વધી જશે - SHARE MARKET TIPS

IPO માટે ક્યારે અને કેવી રીતે અરજી કરવી તેની કેટલીક ટિપ્સ છે, જેને અનુસરવાથી એલોટમેન્ટની શક્યતા વધી શકે છે.

Getty Image
Getty Image (Getty Image)
author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 23, 2024, 11:07 AM IST

હૈદરાબાદ : આ અઠવાડિયે મમતા મશીનરી, ડેમ કેપિટલ, સેનોરેસ ફાર્માસ્યુટિકલ્સ સહિત લગભગ 10 કંપનીઓના IPO માર્કેટમાં આવ્યા છે. જો તમે IPO મારફત રોકાણ કરવા માંગતા હો, તો તમારે IPO એલોટમેન્ટ વિશે મૂળભૂત જાણકારી હોવી જોઈએ, કે કોઈપણ IPO માટે ક્યારે અને કેવી રીતે અરજી કરવી જેથી તમારી અરજી નકારવામાં ન આવે. આ માટે નિષ્ણાતો દ્વારા કેટલીક સામાન્ય ટિપ્સ આપવામાં આવી છે, જેને અનુસરવાથી IPO એલોટમેન્ટની શક્યતા વધી શકે છે.

કેટલા પ્રકારના IPO ? સૌ પ્રથમ, કોઈપણ IPO માટે એપ્લાય કરતા પહેલા તમારે તેનું સંપૂર્ણ સંશોધન કરવું જોઈએ. સામાન્ય રીતે બે પ્રકારના IPO હોય છે, નવો ઈશ્યુ અને ઓફર ફોર સેલ (OFS). નવા ઈશ્યૂમાં કંપની નવા શેર જારી કરે છે. જ્યારે OFS દ્વારા કંપનીના વર્તમાન શેરધારકો તેમના શેર વેચે છે. તેથી, રોકાણકારો માટે કયા IPO વધુ ફાયદાકારક બની શકે તેના પર ધ્યાન આપવું જોઈએ.

IPO ની પસંદગી કેવી રીત કરશો?

જો તમે કોઈપણ સંશોધન કર્યા વિના ઉતાવળમાં IPO માટે એપ્લાય કરો છો, તો અલોટમેન્ટ મળવાની શક્યતા ઓછી છે. યોગ્ય IPO પસંદ કરવો મહત્વપૂર્ણ છે. સારી વૃદ્ધિ અને ભવિષ્યની સંભાવના ધરાવતી કંપની પસંદ કરો. રોકાણકારે કંપનીના બિઝનેસ મોડલ અને નાણાકીય નિવેદનોની પણ તપાસ કરવી જોઈએ.

એપ્લાય કરવાની સાચી રીત :

જો તમારી પાસે ડીમેટ એકાઉન્ટ હોય તો જ તમે IPO માટે અરજી કરી શકો છો. સામાન્ય રીતે એવું કહેવાય છે કે ઈન્ટરનેટ બેન્કિંગ દ્વારા અરજી કરવાથી IPO ફાળવણીની શક્યતા વધી જાય છે. નેટ બેંકિંગ દ્વારા તમે સીધા તમારા બેંક ખાતામાંથી IPO માટે એપ્લાય કરી શકો છો.

એક કરતા વધુ ડીમેટ ખાતાથી એપ્લાય કરો :

નિષ્ણાતો માને છે કે જો તમે એક કરતાં વધુ ડીમેટ ખાતામાંથી IPO માટે અરજી કરો છો, તો એલોટમેન્ટની વધુ શક્યતા છે. કારણ કે તમે કાયદેસર રીતે એકથી વધુ ડીમેટ એકાઉન્ટ ખોલી શકો છો.

લોટ સાઈઝ :

દરેક IPO માટે લોટ સાઈઝ નિશ્ચિત છે. એક કરતા વધુ લોટ માટે એપ્લાય કરવુ યોગ્ય માનવામાં આવે છે. આનાથી IPO એલોટમેન્ટની તકો વધે છે.

સબ્સ્ક્રિપ્શન્સ પર નજર રાખો :

દરેક રોકાણકારે ધ્યાન આપવું જોઈએ કે તે જે IPO ખરીદવા જઈ રહ્યો છે તે ઓવરસબસ્ક્રાઈબ થઈ ગયો છે કે કેમ. આનાથી એલોટમેન્ટ ખૂબ જ મુશ્કેલ બની શકે છે. આને ટાળવા માટે તમારે યોગ્ય સમયે અરજી કરવી જોઈએ.

  1. આ અઠવાડિયે ખુલ્યા 8 મેઇનબોર્ડ IPO, ગ્રે માર્કેટ પ્રીમિયમ શું કહે છે...
  2. જાણો આ વર્ષના Top 10 IPO, જેણે રોકાણકારોને અમીર બનાવ્યા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.