વડોદરા: ભરૂચના ઝઘડીયા ખાતે દુષ્કર્મનો ભોગ બનનારી ગુજરાતની નિર્ભયાનું હોસ્પિટલમાં સારવારના આઠમા દિવસે મોત થયું છે. દુષ્કર્મબાદ પીડિતાની હાલત ગંભીર હતી અને ત્યારબાદ એ ક્યારેય ભાનમાં આવી જ નહીં. આજે ત્રણ કલાકમાં બે કાર્ડિયાક એરેસ્ટ આવતા તેનું મોત નિપજ્યુ હતું.
3 કલાકામાં 2 કાર્ડિયાક એરેસ્ટ અને નિધન
ગત 16 ડિસેમ્બર, 2024ના ભરૂચ જીલ્લાના ઝઘડિયામાં 10 વર્ષીય બાળકી ઉપર દુષ્કર્મે આચરવાની ઘટના બની હતી. ગંભીર હાલતમાં ઈજાગ્રસ્ત બાળકીને સારવાર માટે પહેલા ભરૂચની હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી. જોકે તેની તબિયત અત્યંત નાજુક હોવાથી તેને વધુ સારવાર અર્થે વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં તેને સ્થાનિક ડોક્ટરોની દેખરેખ હેઠળ અદ્યતન સારવાર આપવામાં આવી રહી હતી. પરંતુ આ બાળકીને આજરોજ બપોરે બે વાગ્યે કાર્ડિયાક એરેસ્ટ આવ્યો હતો. ત્યાર બાદ સાંજે 5.15 વાગ્યે ફરીથી કાર્ડિયાક એરેસ્ટ આવ્યો. જેના કારણે બાળકીએ 6.15 વાગે દહે છોડ્યો હતો.
બાળકોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવી
નિષ્ણાતો દ્વારા બાળકીને મૃત જાહેર કરી છે. પોલીસ દ્વારા આગળ પોસ્ટમોર્ટમ સહિતની કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. બાળકીના મોત પાછળ ઘણા બધા કારણો છે. ડૉક્ટરો દ્વારા જાણવા મળ્યું કે, બાળકીના આખા શરીરમાં ઈન્ફેક્શન ફેલાઈ ગયું હતું, જેના કારણે બાળકીના ઓર્ગન પણ ફેઇલ થઈ ગયા હતા. તેના કારણે પણ કાર્ડિયાકનો હુમલો આવી શકે છે. પીડિતાના પરિવારની હાલત દુ:ખથી ભરેલી છે. અમે તેમને સાંત્વના આપીએ છીએ.
बड़े दुःख की खबर है, गुजरात के झगडिया (जगडीया) में एक छोटी सी बच्ची के ऊपर बलात्कार हुआ था और वह वडोदरा की अस्पताल में भर्ती थी । उसकी मृत्यु हो गई है । आज यह खबर मिलते ही हमारी जनसभा में हमने उस नन्ही परी के लिए प्रार्थना की । pic.twitter.com/6IRY4B074U
— Shaktisinh Gohil MP (@shaktisinhgohil) December 23, 2024
બાળકીની ઇમ્યુનિટી પાવર ઓછો હોવાને કારણે ડોક્ટરોએ હાર માની
નિષ્ણાત ડોક્ટરોના મતે આ બાળકીના શરીરમાં ફેલાયેલા ઇન્ફેક્શન અને સ્થિતિને ધ્યાનમાં રાખીને તમામ સારવાર આપવામાં આવી હતી. બાળકીનું વજન અને ઈમ્યુનિટી પાવર ઓછો હોવાના કારણે દવાઓની નહીવત અસર થઈ હતી. એના કારણે તેની સ્થિતિમાં સુધારો જોવા મળ્યો નહીં. સર્જરીમાં પણ આ સ્થિતિને લઈ ખૂબ જ મુશ્કેલી સર્જાઇ હતી અને બાળકીની બે સર્જરી બાદ પણ સ્થિતિ ખૂબ જ ગંભીર જ હતી. આખરે નિષ્ણાત ડોક્ટરો આ બાળકીને બચાવવામાં હાર માની હતી.
શક્તિસિંહ ગોહિલે નિર્ભયા માટે કરી પ્રાર્થના
ગુજરાતની નિર્ભયાના મોત પર ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને સાંસદ શક્તિસિંહ ગોહિલે પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે X પર એક વીડિયો પોસ્ટ કરવાની સાથે લખ્યું કે, ખૂબ જ દુઃખદ સમાચાર, ગુજરાતના ઝઘડિયામાં એક નાની બાળકી પર બળાત્કાર થયો અને તેને વડોદરાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. તેમનું અવસાન થયું છે. આજે, આ સમાચાર મળતાં જ અમે અમારી જાહેર સભામાં તે નાનકડી પરી માટે પ્રાર્થના કરી.
આ પણ વાંચો: