મુંબઈ : કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરમાર્કેટમાં સારી રિકવરી જોવા મળી હતી. આજે 13 મે, સોમવારના રોજ શેરબજાર રેડ ઝોનમાં ખુલ્યું હતું. જોકે ત્યારબાદ નીચલા સ્તરથી શાનદાર રિકવરી નોંધાવીને બજાર ગ્રીન ઝોનમાં બંધ થયું છે. BSE Sensex 111 પોઈન્ટ વધીને 72,776 ના મથાળે બંધ થયો હતો. જ્યારે NSE Nifty ઈનડેક્સ પણ લગભગ 48 પોઇન્ટ વધીને 22,104 પર બંધ થયો હતો. બીજી તરફ Nifty Bank ઈન્ડેક્સ 333 પોઈન્ટ વધીને 47,754 પર બંધ થયો છે.
BSE Sensex : આજે 13 મે, સોમવારના રોજ BSE Sensex ગતરોજના 72,664 બંધ સામે 188 પોઈન્ટ ડાઉન 72,476 ના મથાળે ખુલ્યો હતો. શરુઆતી કારોબારમાં BSE Sensex ડાઉન ગયો હતો. પરંતુ ત્યારબાદ લેવાલીના પગલે તગડી રિકવરી સાથે 72,866 પોઈન્ટની ડે હાઈ બનાવી ટ્રેડિંગ સેશનના અંતે BSE Sensex 111 પોઇન્ટ ઉછળીને 72,776 ના મથાળે ગ્રીન ઝોનમાં બંધ થયો હતો.
NSE Nifty : આજના ટ્રેડિંગ સેશનના અંતે NSE Nifty લગભગ 48 પોઇન્ટ વધીને 22,104 ના મથાળે બંધ થયો હતો. ઉલ્લેખનિય છે કે, NSE Nifty ઈનડેક્સ આજે 28 પોઇન્ટ ઘટીને 22,027 પોઈન્ટ પર ડાઉન ખુલ્યો હતો. શરૂઆતમાં ઈન્ડેક્સ 21,821 પોઈન્ટ સુધી ડાઉન ગયો હતો. જોકે, દિવસ દરમિયાન બજારના જોરદાર પ્રદર્શન બાદ ટ્રેડિંગ સેશનના અંતે 22,131 પોઈન્ટની ડે હાઈ બનાવી હતી. ગતરોજ NSE Nifty 22,055 ના મથાળે બંધ રહ્યો હતો.
કોણ કેટલું પાણીમાં : આજે સેન્સેક્સ ઈન્ડેક્સમાં લિસ્ટેડ કંપનીઓમાં સૌથી વધુ ઊંચકાયેલા ટોપ ગેઈનર શેરમાં એશિયન પેઇન્ટ્સ (3.85%), TCS (1.24%), ICICI બેંક (1.15%), સન ફાર્મા (1.11%) અને HDFC બેંકનો (1.10%) સમાવેશ થાય છે. જ્યારે સેન્સેક્સ ઈન્ડેક્સમાં લિસ્ટેડ કંપનીઓમાં સૌથી વધુ ગગડેલા ટોપ લુઝર શેરમાં ટાટા મોટર્સ (-8.13%), ટાઇટન કંપની (-0.96%), ભારતી એરટેલ (-0.93%), SBI (-0.86%) અને M&M નો (-0.65%) સમાવેશ થાય છે.