ગાંધીનગર: યુનિયન પબ્લિક સર્વિસ કમિશન જેને આપણે ટૂંકમાં UPSC તરીકે ઓળકી છીએ. આ પરીક્ષા દેશની સર્વોચ પરીક્ષાઓ તરીકે પણ ગણવામાં આવે છે. થોડા સમય પહેલા યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા આઇપીએસ/ઈએસ માટેની પરીક્ષાનું વાર્ષિક કેલેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. આ દ્વારા આપલે જાણી શકી છીએ કે, કી પરીક્ષા કયારે લેવાશે અને તેની અરજી કયારે કરવી રહેશે.
ત્રણ તબક્કામાં થાય છે UPSC પરીક્ષા: યુનિયન પબ્લિક સર્વિસ કમિશન લેવામાં આવતી આ પરીક્ષા ત્રણ તબક્કામાં લેવામાં આવે છે. આ તબ્બકાઓ અનુસાર પહેલા તબક્કામાં પ્રિલિમિનરી (પ્રારંભિક) પરીક્ષા, બીજા તબક્કામાં મેન્સ (મુખ્ય) પરીક્ષા અને છેલ્લો તબક્કો એ વ્યક્તિત્વ ટેસ્ટ એટલે કે ઇંટરવ્યૂ લેવામાં આવે છે.
કેવી હોય છે પ્રિલિમિનરી પરીક્ષા: પ્રિલિમિનરી પરીક્ષામાં બે પેપર હોય છે. જે કુલ 400 માર્ક્સની હોય છે. આ બંને પરીક્ષા બબ્બે કલાકની હોય છે. જેમાં જનરલ સ્ટડીનો સમાવેશ થાય છે. આ બંને પ્રશ્નપત્રો ઓબ્જેક્ટિવ પ્રકારના હોય છે. જે મુખ્યત્વે કમ્પુટર આધારિત લેવામાં આવે છે.
કેવી હોય છે મેન્સ પરીક્ષા: પ્રિલિમિનરી પરીક્ષામાં પાસ થાય બાદ ઉમેદવાર મેન્સ પરીક્ષા આપી શકે છે. આ પરીક્ષામાં ત્રણ પેપર હોય છે. સાથે દરેક પ્રવાહના વિધાર્થીઓ માટે આ પરીક્ષા સમાન હોય છે. અને આ પરીક્ષા લાંબા જવાબો એટલે કે વર્ણનાત્મક હોય છે. મેન્સમાં પાસ થાય બાદ પર્સનલ ઇંટરવ્યૂ લેવામાં આવે છે.
પાસ થવા માટે મહત્વપૂર્ણ છે કટ ઓફ: આ તમામ પરીક્ષાઓ માટે પાસ થવા યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા રજૂ કરવામાં આવેલા કટ ઓફના અંકમાં આવવું ફરજિયાત છે.
કેવી રીતે કરવી ઓનલાઈન અરજી: વિધ્યાર્થીઓ યુપીએસસી પરીક્ષાઓ માટે ઑનલાઇન અરજી કરી શકે છે આ માટે યુપીએસસીની વેબસાઈટ પર હોસ્ટ કરેલા ઓનલાઈન પોર્ટલ પરથી અરજીઓ કરી શકે છે.
ઓનલાઈન અરજી કરવાનો સમય: આ ઉપરાંત ઓનલાઈન અરજી કરવાનો સમય પરીક્ષાની સૂચનાઓ બહાર પાડવામાં આવે ત્યારે દર્શાવવામાં આવે છે. તમને જણાવી દઈએ કે, ઉમેદવારને ઓનલાઈન અરજી કરવા માટે લગભગ 3 અઠવાડિયાનો સમય મળે છે આ સાથે જો કોઈ મુશકલી ના થાય તે માટે પરીક્ષાનું ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તે માટેની પણ સૂચનાઓ તેમ ક્રમશ આપવામાં આવે છે. જેને અનુસરીને ઓનલાઈન અરજી ભરી શકે છે.
અરજી માટેની વધુ માહિતી જાણવા માટે જુઓ આ વેબસાઇટ: https://upsconline.nic.in