જબલપુર: મધ્યપ્રદેશમાં ઈન્દોર-જબલપુર ઓવરનાઈટ એક્સપ્રેસને દુર્ઘટના નડી છે. પશ્ચિમ મધ્ય રેલવેના સીપીઆરઓ હર્ષિત શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, "ઈન્દોર-જબલપુર ઓવરનાઈટ એક્સપ્રેસ, જે ઈન્દોરથી આવી રહી હતી અને જબલપુર જઈ રહી હતી. આ ટ્રેનના બે ડબ્બા પાટા પરથી ઉતરી જતા ટ્રેન દુર્ઘટનાગ્રસ્ત થઈ. જોકે, આ દુર્ઘટનામાં કોઈપણ મુસાફરોને કોઈ નુકસાન થયું નથી." તેઓ તેમના ઘરે જવા રવાના થયા છે જ્યારે ટ્રેન પ્લેટફોર્મ પર પહોંચી રહી હતી ત્યારે આ ઘટના સવારે 5.50 વાગ્યે બની હતી.
#WATCH जबलपुर, मध्य प्रदेश: इंदौर-जबलपुर ओवरनाइट एक्सप्रेस के दो डिब्बे प्लेटफार्म पर पहुंचने से पहले पटरी से उतर गए। pic.twitter.com/qSECDayOW3
— ANI_HindiNews (@AHindinews) September 7, 2024
ઓવરનાઈટ એક્સપ્રેસ પાટા પરથી ઉતરી
ઈન્દોરથી જબલપુર જઈ રહેલી ઓવરનાઈટ એક્સપ્રેસના બે ડબ્બા જબલપુર રેલવે સ્ટેશન પાસે પાટા પરથી ઉતરી જતાં દૂર્ઘટના સર્જાય હતી. આ દુર્ઘટના જબલપુર રેલવે સ્ટેશનની એકદમ નજીક બની હતી. સદનસીબે ટ્રેન પ્લેટફોર્મ નજીક પહોંચી ગઈ હતી અને ખૂબ જ ધીમી હતી. ટ્રેનમાં મુસાફરી કરી રહેલા મુસાફરોએ જણાવ્યું કે અચાનક તેમને આંચકો લાગ્યો અને તે પછી તરત જ ટ્રેન થંભી ગઈ. લોકો ડરી ગયા અને તરત જ કોચમાંથી બહાર નીકળવા લાગ્યા.