હૈદરાબાદ: ફોન એ આપણા જીવનનું મહત્વપૂર્ણ સાધન બની ગયું છે. અને હવે નવી જનરેશન માટે તો આ ફોન જીવન કરતાં પણ વધારે મહત્વ ધરાવતું થઈ ગયું છે. સવારે Iઊઠતાની સાથે જ તો મોડી રાત્રે સૂતા સુધી આપના હાથમાં ફોન હોય છે. અને હવે આ ફોન પ્રેમ બ્રાન્ડ સાથે પણ જોડાઈ ગયો છે.
લોકોમાં નવા નવા ફોન ખરીદવાની સાથે હવે ફોનના નવા મોડલ, એના કેટલા ફીચર્સ છે અને અનન્ય એવી બધી વસ્તુઓનો ક્રેઝ વધતો જ જાય છે. આ વધતાં ક્રેઝ વચ્ચે સ્માર્ટ ફોનની બ્રાન્ડ પણ ગ્રાહકોને આકર્ષિત કરવા અવનવા અખતરા કરતાં જ હોય છે.
#WATCH | Maharashtra | A customer Ujjwal Shah says " i have been standing in the queue for the last 21 hours. i have been here since 11 am yesterday and i will be the first one to enter the store today at 8 am. i am very excited today...the atmosphere in mumbai for this phone is… pic.twitter.com/I5fftgi3ho
— ANI (@ANI) September 20, 2024
શું છે વાસ્તવમાં સંપૂર્ણ કિસ્સો: આથી જ ફોન પ્રેમ અને બ્રાન્ડેડ સ્માર્ટ ફોન ખરીદવાની ઘેલછામાં અમદાવાદનો એક વ્યક્તિ મુંબઈ પહોંચ્યો હતો. ગુજરાતનો અમદાવાદવાસી ઉજ્જવળ શાહ આઈફોન ખરીદવા માટે અમદાવાદથી મહારાષ્ટ્રના મુંબઈ શહેરે એપલ દ્વારા લોન્ચ કરાયેલ નવો આઈફોન ખરીદવા પહોંચ્યો હતો.
આ અંગે પૂછતાં ગ્રાહક ઉજ્જવલ શાહ કહે છે કે, "હું છેલ્લા 21 કલાકથી કતારમાં ઊભો છું. હું ગઈકાલે સવારે 11 વાગ્યાથી અહીં છું અને આજે સવારે 8 વાગ્યે સ્ટોરમાં પ્રવેશનાર હું પહેલો વ્યક્તિ બનીશ. આજે હું ખૂબ જ ઉત્સાહિત છું.. .આ ફોન માટે મુંબઈનું વાતાવરણ એકદમ નવું છે...ગયા વર્ષે હું 17 કલાક કતારમાં ઉભો રહ્યો હતો."
ફોન વિશે જણાવતા ઉજ્જવલ શાહ જણાવતા કહે કે, "આ નવા સ્માર્ટ ફોનમાં નવો કેમર બતનની સુવિધા કે તેમજ ફોનની સ્ક્રીન સાઇઝ પણ વધારે છે ઉપરાંત ફાસ્ટર વાયરલેસ ચાર્જિંગની સુવિધા છે સાથે એપલ ઇન્ટેલિજન્સ આપવામાં આવ્યું છે."
આ વ્યક્તીની સમાર ફોન ખરીદવા માટેની ઘેલછાનો વિડીયો વાઇરલ થતાં લોકો અનેક પ્રકારે આ પ્રત્યે પ્રતિભાવ આપી રહયા છે.
આ પણ વાંચો: