ETV Bharat / bharat

સુપ્રીમ કોર્ટે તિસ્તા સેતલવાડની અરજી કરી મંજૂર, એમ્સ્ટરડેમ જવાની પરવાનગી આપી - TEESTA SETALVAD

સુપ્રીમ કોર્ટે એક્ટિવિસ્ટ તિસ્તા સેતલવાડને એમ્સ્ટરડેમમાં ઇન્ટરનેશનલ ડોક્યુમેન્ટરી ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપવા માટે 14 નવેમ્બરથી 24 નવેમ્બર વચ્ચે મુસાફરી કરવાની મંજૂરી આપી છે.

સુપ્રીમ કોર્ટે તિસ્તા સેતલવાડની અરજી કરી મંજૂર
સુપ્રીમ કોર્ટે તિસ્તા સેતલવાડની અરજી કરી મંજૂર (ETV Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 23, 2024, 10:55 AM IST

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે મંગળવારના રોજ એક્ટિવિસ્ટ તિસ્તા સેતલવાડને એમ્સ્ટરડેમમાં આયોજિત ઇન્ટરનેશનલ ડોક્યુમેન્ટરી ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે 14 નવેમ્બરથી 24 નવેમ્બર વચ્ચે મુસાફરી કરવાની મંજૂરી આપી છે. ડોક્યુમેન્ટરી ફિલ્મ સાયકલ મહેશના નિર્માતા તરીકે સેતલવાડને ફેસ્ટિવલમાં હાજરી આપવા માટે આયોજકો તરફથી આમંત્રણ મળ્યું હતું.

તિસ્તા સેતલવાડની અરજી મંજૂર : જસ્ટિસ બી. આર. ગવઈ અને કે. વી. વિશ્વનાથનની બેન્ચે સેતલવાડ દ્વારા દાખલ કરાયેલી અરજીને મંજૂરી આપી હતી. સાથે જ સેતલવાડને કોર્ટ સમક્ષ બાંહેધરી દાખલ કરવા નિર્દેશ આપ્યો હતો કે તે સુનિશ્ચિત મુજબ ભારત પરત ફરશે અને ટ્રાયલનો સામનો કરશે. બેન્ચ જણાવ્યું કે, "અરજદારને 14 નવેમ્બર, 2024 થી 24 નવેમ્બર, 2024 સુધીના 11 દિવસના સમયગાળા માટે એમ્સ્ટરડેમ, નેધરલેન્ડની મુસાફરી કરવાની પરવાનગી આપવામાં આવે છે. અરજદારનો પાસપોર્ટ તેને પરત કરવામાં આવે જેથી તે વિદેશમાં મુસાફરી કરી શકે."

સર્વોચ્ચ અદાલતનો આદેશ : સર્વોચ્ચ અદાલતે સેતલવાડને અમદાવાદની ભદ્રા સેશન્સ કોર્ટના સંતોષ માટે રૂ. 10 લાખની રકમમાં સોલ્વન્ટ જામીન અથવા રોકડ જામીન અથવા ફિક્સ ડિપોઝીટ રસીદની પ્રકૃતિમાં જામીન આપવાનો આદેશ આપ્યો હતો. બેન્ચે જણાવ્યું હતું કે, "એમ્સ્ટરડેમ નેધરલેન્ડથી પરત ફરતી વખતે અરજદારે તેનો પાસપોર્ટ ટ્રાયલ જજને ફરીથી સોંપવો પડશે."

તિસ્તાનો પાસપોર્ટ કસ્ટડીમાં : સર્વોચ્ચ અદાલતે જુલાઈ, 2023 માં 2002 પછીના ગોધરા રમખાણોના કેસમાં નિર્દોષ લોકોને ફસાવવા માટે દસ્તાવેજોની બનાવટના કથિત કેસમાં તિસ્તા સેતલવાડને નિયમિત જામીન આપ્યા હતા. સુનાવણી દરમિયાન સેતલવાડ માટે હાજર રહેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે જણાવ્યું હતું કે, તેણીએ વિદેશ પ્રવાસની માંગ કરતી અરજી દાખલ કરી હતી. જુલાઈ, 2023 માં સર્વોચ્ચ અદાલતે તેનો પાસપોર્ટ સેશન્સ કોર્ટની કસ્ટડીમાં રાખવાનો નિર્દેશ આપ્યો હતો.

તિસ્તા સેતલવાડે બેન્ચને જણાવ્યું કે, "મારી ડોક્યુમેન્ટરીને એમ્સ્ટરડેમમાં પુરસ્કાર આપવામાં આવ્યો છે. હું 14 નવેમ્બરથી 24 નવેમ્બર સુધી એમ્સ્ટરડેમ જવા માટે તમારી પરવાનગી માંગી રહી છું." ગુજરાત સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ અરજી સામે વાંધો ઉઠાવ્યો ન હતો.

  1. 'ઝાકિર નાઈક મલેશિયામાં છે', સેતલવાડની યાત્રા પર કટાક્ષ
  2. SCની ચૂંટણીપંચ અને કેન્દ્રને નોટિસઃ જાણો શું છે અરજીમાં દાવો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.