દેહરાદૂનઃ ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા શરૂ થતા પહેલા જ શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, બદ્રીનાથ અને કેદારનાથમાં વિશેષ પૂજા માટે ઓનલાઈન બુકિંગ દ્વારા ભક્તો દ્વારા મંદિર સમિતિના ખાતામાં અત્યાર સુધીમાં કરોડો રૂપિયાનું બુકિંગ કરવામાં આવ્યું છે. 15 એપ્રિલે બદ્રીનાથ કેદારનાથ મંદિર સમિતિની વેબસાઈટ પર ઓનલાઈન પૂજા બુકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. બુકિંગ શરૂ થયાના 5 દિવસમાં જ ભક્તોએ રેકોર્ડ બ્રેક બુકિંગ કરવાનું શરૂ કરી દીધું છે.
પૂજા માટે 1 કરોડ રૂપિયાથી વધુનું બુકિંગઃ બદ્રીનાથ કેદારનાથ મંદિર સમિતિના મુખ્ય કાર્યકારી અધિકારી યોગેન્દ્ર સિંહે કહ્યું કે, બદ્રીનાથ ધામમાં પૂજા માટે ઓનલાઈન બુકિંગ દ્વારા 82 લાખ 920 રૂપિયા મળ્યા છે. કેદારનાથમાં 37 લાખ 44 હજાર 805 રૂપિયાની રકમ મળી છે. બદ્રીનાથ અને કેદારનાથમાં પૂજા કરવા માટે લોકો સતત ઓનલાઈન બુકિંગ કરી રહ્યા છે. બદ્રીનાથમાં સોમવાર સુધીમાં 4,735 લોકોએ પૂજા માટે બુકિંગ કરાવ્યું છે, જ્યારે કેદારનાથમાં 2,246 લોકોનું બુકિંગ કન્ફર્મ થયું છે.
13 લાખથી વધુ લોકોએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું: આ વખતે ઉત્તરાખંડના બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રીમાં શ્રદ્ધાળુઓની સંખ્યા વધુ હોઈ શકે છે. તેના પરથી અંદાજ લગાવી શકાય છે કે, અત્યાર સુધીમાં 13.26 લાખ લોકોએ ચારધામ યાત્રા માટે બુકિંગ કરાવ્યું છે. ચારધામની સાથે સાથે લોકો હેમકુંડ સાહિબ પણ આવવા માંગે છે અને ત્યાં મોટી સંખ્યામાં રજીસ્ટ્રેશન કરાવી રહ્યા છે. એક ડેટા અનુસાર, અત્યાર સુધીમાં 2,29,715 લોકોએ યમુનોત્રી ધામ, 2,45,426 ગંગોત્રી અને 4,51,578 કેદારનાથ માટે નોંધણી કરાવી છે. બદ્રીનાથ ધામ માટે નોંધણીની સંખ્યા 3,79,905 પર પહોંચી ગઈ છે. જો આપણે હેમકુંડ સાહિબની વાત કરીએ તો ત્યાં નોંધણી કરાવનારા લોકોની સંખ્યા પણ સતત વધી રહી છે, જે અત્યાર સુધીમાં 19 હજાર 461 પર પહોંચી ગઈ છે.
પૂજા માટે આ રીતે કરો બુકિંગઃ જો તમે પણ ચારધામ યાત્રા માટે ઉત્તરાખંડ આવવા માગો છો અથવા ઓનલાઈન પુજાનુ બુકિંગ અત્યારથી કરાવવા ઈચ્છો છો, તો તમે https://badrinath-kedarnath.gov.in/ સાઇટ પર જઈને તમારું બુકિંગ કરાવી શકો છો. આ સાથે, પ્રવાસ પર આવતા પહેલા, ઉત્તરાખંડના ધામોના હવામાન અને રસ્તાઓની સ્થિતિ ચોક્કસપણે જાણી લો. પ્રવાસે આવતાં પહેલાં ગરમ વસ્ત્રો અને કેટલીક મહત્ત્વની દવાઓ સાથે લઈ આવો.
1.કોરબામાં એક વ્યક્તિએ વોઈસ રેકોર્ડિંગ દ્વારા પત્નીને ટ્રિપલ તલાક આપ્યા - KORBA SURPRISING NEWS
2.2026માં પહેલી બુલેટ ટ્રેન પાટા પર દોડશે: રેલવે મંત્રી - BULLET TRAIN