ETV Bharat / bharat

National Girl Child Day : પ્રથમ ભારતીય મહિલા વડાપ્રધાન ઇન્દિરા ગાંધીને સમર્પિત " રાષ્ટ્રીય બાલિકા દિવસ "

24 જાન્યુઆરી 1966 ના રોજ ઈન્દિરા ગાંધીએ ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. ત્યારથી દર વર્ષે 24 જાન્યુઆરીને રાષ્ટ્રીય ગર્લ ચાઇલ્ડ ડે તરીકે ઉજવવામાં આવે છે. વૈશ્વિક સ્તરે પોતાની રાજનીતિ અને કૂટનીતિ સાબિત કરનાર પ્રથમ ભારતીય મહિલા વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના યોગદાનને યાદ કરી તેમનું સન્માન કરતા આ દિવસ તેમને સમર્પિત કરવામાં આવ્યો છે.

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 24, 2024, 3:11 PM IST

હૈદરાબાદ : છોકરીઓના સશક્તિકરણ અને સમાજમાં તેઓની સામે આવનાર સમસ્યાઓનો સામનો કરવા માટેના મહત્વ વિશે જાગૃતિ લાવવા દર વર્ષે 24 જાન્યુઆરીએ રાષ્ટ્રીય બાલિકા દિવસ ઉજવવામાં આવે છે. સરકારે 24 જાન્યુઆરીને નેશનલ ગર્લ ચાઈલ્ડ ડે તરીકે જાહેર કર્યો છે. ભારત દેશમાં પ્રથમવાર મહિલા તરીકે વડાપ્રધાનનો પદભાર સંભાળનાર પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ આ દિવસે વડાપ્રધાનના શપથ લીધા હતા.

રાષ્ટ્રીય બાલિકા દિવસ : આ છોકરીઓના અધિકારો અને તકોનું સમર્થન કરવાની સાથે તેમની શક્તિ, દ્રઢતા અને ક્ષમતાનું સન્માન કરવાનો દિવસ છે. શિક્ષણ અને આરોગ્ય સંભાળના મામલામાં સમાન તક, પોષણ અને અન્ય ક્ષેત્રોના એવા અધિકારો છે જેનો લાભ દરેક બાળક, સ્ત્રી કે પુરુષને મળવો જોઈએ. નેશનલ બાલિકા દિવસના માધ્યમથી સરકાર ભારતમાં છોકરીઓને સમાન તકો પૂરી પાડવા અને સમર્થન આપવા માંગે છે. વર્ષ 2008 માં PM ડો. મનમોહન સિંહના કાર્યકાળ દરમિયાન મહિલા વિકાસ મંત્રાલયે રાષ્ટ્રીય કન્યા બાળ દિવસ ઉજવવાનું નક્કી કર્યું હતું. નેશનલ બાલિકા દિવસના આયોજનનો ઉદ્દેશ્ય છોકરીઓને આત્મનિર્ભર બનાવી સમાજની મુખ્ય ધારામાં સામેલ કરવાનો છે.

  • On National Girl Child Day, we salute the indomitable spirit and accomplishments of the Girl Child. We also recognise the rich potential of every girl child in all sectors. They are change-makers who make our nation and society better. Over the last decade, our government has…

    — Narendra Modi (@narendramodi) January 24, 2024 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ઈન્દિરા ગાંધીનું શિક્ષણ :

  • ઇકોલે નૌવેલ્લે, બેક્સ (સ્વિટ્ઝર્લેન્ડ)
  • ઇલોલે ઇન્ટરનેશનલ, જિનેવા
  • પ્યુપિલ્સ ઓન સ્કૂલ, મુંબઈ
  • બેડમિન્ટન સ્કૂલ, બ્રિસ્ટલ
  • વિશ્વ ભારતી, શાંતિનિકેતન
  • મુસરવિલે કોલેજ, ઓક્સફોર્ડ
  • વિશ્વની ઘણી યુનિવર્સિટીમાંથી માનદ ડોક્ટરેટની પદવીથી સન્માનિત
  • કોલંબિયા યુનિવર્સિટી તરફથી વિશેષ યોગ્યતા પ્રમાણપત્ર

પ્રથમ ભારતીય મહિલા વડાપ્રધાન : ઈન્દિરા ગાંધી ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુની પુત્રી હતા. તેઓ ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન હતા જેમણે ત્રણ વખત આ વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. તેમનો જન્મ 19 નવેમ્બર 1917 ના રોજ થયો હતો. 31 ઓક્ટોબર 1984 ના રોજ વડાપ્રધાન તરીકે કાર્યરત ઈન્દિરા ગાંધીની હત્યા કરવામાં આવી હતી.

  • Gender equality and equal opportunities to all, is paramount for progress.

    Congress-UPA instituted the observance of National Girl Child Day in 2008, based on this preamble.

    On #NationalGirlChildDay, let us again pledge to end gender discrimination and strive to provide… pic.twitter.com/qYfdB7CK03

    — Mallikarjun Kharge (@kharge) January 24, 2024 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

વિશ્વના સૌથી લોકપ્રિય મહિલા : ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી સફળ રાજકારણીઓમાંના એક હતાં. તેમના રાજકીય અને રાજદ્વારી નિર્ણયોના ઘણા ઉદાહરણો છે. તેમણે પાકિસ્તાનના એક ભાગને અલગ કરી સ્વતંત્ર રાષ્ટ્ર બાંગ્લાદેશ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ફ્રાંસની જનમત સંસ્થા દ્વારા 1967 અને 1968 માં ઈન્દિરા ગાંધીને લોકપ્રિય મહિલા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. વર્ષ 1971 માં અમેરિકાના વિશેષ ગેલપ જનમત સર્વેક્ષણમાં ઈન્દિરા ગાંધીને વિશ્વની સૌથી લોકપ્રિય મહિલા તરીકે પસંદ કરવામાં આવી હતી.

ઈન્દિરા ગાંધીના જીવનની મહત્વપૂર્ણ ક્ષણો :

  • વર્ષ 1942 માં 26 માર્ચના રોજ ઈન્દિરા ગાંધીએ ફિરોઝ ગાંધી સાથે લગ્ન કર્યા
  • વર્ષ 1955 માં કોંગ્રેસ કાર્યકારી સમિતિ અને કેન્દ્રીય ચૂંટણી સમિતિના સભ્ય બન્યા
  • વર્ષ 1956 માં ઓલ ઈન્ડિયા યુથ કોંગ્રેસના અધ્યક્ષ તરીકે ચૂંટાયા
  • વર્ષ 1956 માં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહિલા સેલના પ્રમુખ તરીકે ચૂંટાયા
  • વર્ષ 1958 માં કોંગ્રેસ સંસદીય બોર્ડના સભ્ય બન્યા
  • વર્ષ 1959-1960 સુધી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રહ્યા
  • વર્ષ 1978 માં ફરી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા

મહત્વપૂર્ણ જવાબદારી : પોતાની કારકિર્દી દરમિયાન ઇન્દિરા ગાંધીએ વડાપ્રધાન સહિત અનેક મહત્વના હોદ્દા સંભાળ્યા હતા. જેમાં વર્ષ 1966-1964 દરમિયાન ભારત સરકારમાં માહિતી અને પ્રસારણ મંત્રીનું પદ સંભાળ્યું હતું. ભારતના વડાપ્રધાન તરીકે વર્ષ 1966 ના જાન્યુઆરીથી વર્ષ 1977 ના માર્ચ મહિના સુધી રહ્યા હતા. આ ઉપરાંત વર્ષ 1967 સપ્ટેમ્બર મહિનાથી વર્ષ 1977 ના માર્ચ સુધી ઈન્દિરા ગાંધીએ પરમાણુ ઉર્જાપ્રધાનની જવાબદારી સંભાળી હતી. ઈન્દિરા ગાંધીએ 5 સપ્ટેમ્બર, 1967 થી 14 ફેબ્રુઆરી, 1969 સુધી વિદેશપ્રધાન તરીકે સેવા આપી હતી. આ સિવાય તેમણે અલગ-અલગ સમયે ગૃહપ્રધાન અને આંતરિક્ષ બાબતોના મંત્રાલય સંભાળ્યા હતા.

  • Indian Railways wishes National Girl Child Day and hopes she embraces her true potential and excels in all walks of life. pic.twitter.com/7hDSdGUOD4

    — Ministry of Railways (@RailMinIndia) January 24, 2024 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

મહત્વપૂર્ણ સન્માન :

  • વર્ષ 1953 માં અમેરિકા તરફથી મધર એવોર્ડ
  • વર્ષ 1953 માં ઇટાલી તરફથી ઇસાબેલા ડી'એસ્ટે એવોર્ડ
  • વર્ષ 1953 યેલ યુનિવર્સિટી તરફથી હોલેન્ડ મેમોરિયલ પુરસ્કાર
  • વર્ષ 1972 માં ભારતરત્ન પુરસ્કાર
  • વર્ષ 1972 માં બાંગ્લાદેશની સ્વતંત્રતામાં મહત્વપૂર્ણ યોગદાન બદલ મેક્સિન એકેડેમી એવોર્ડ
  • વર્ષ 1973 માં FAO તરફથી બીજો વાર્ષિક મેડલ
  • વર્ષ 1976 માં નાગરી પ્રચારિણી સભા તરફથી સાહિત્ય વાચસ્પતિ પુરસ્કાર

વડાપ્રધાન ઇન્દિરા ગાંધી : ઈન્દિરા ગાંધી 14 જાન્યુઆરી 1980 ના રોજ ફરીથી ભારતના વડાપ્રધાન બન્યા. ઈન્દિરા ગાંધી ઓગસ્ટ 1964 થી ફેબ્રુઆરી 1967 સુધી રાજ્યસભાના સભ્ય હતા. તેઓ ચોથા, પાંચમા અને છઠ્ઠા સત્રમાં લોકસભાના સભ્ય હતા. વર્ષ 1980 માં યોજાયેલી 7 મી લોકસભામાં તેઓ ઉત્તરપ્રદેશની રાયબરેલી અને આંધ્રપ્રદેશની મેડક બેઠક પરથી ચૂંટાયા હતા. આ સમય દરમિયાન તેમણે રાયબરેલી છોડીને મેડક બેઠકનું પ્રતિનિધિત્વ કરવાનો નિર્ણય કર્યો. ત્યારબાદ વર્ષ 1967-77 અને જાન્યુઆરી 1980 માં બે વાર કોંગ્રેસ સંસદીય દળ તરીકે ચૂંટાઈ આવ્યું હતું.

  1. Bharat Ratna To Karpoori Thakur: કર્પૂરી ઠાકુરને ભારત રત્ન, PM મોદીએ કહ્યું- સમાજમાં સમરસતાને વધુ પ્રોત્સાહન મળશે
  2. Ayodhya Ram Mandir: ધાર્મિક અનુષ્ઠાન બાદ પીએમ મોદીએ તેમના 11 દિવસના ઉપવાસ તોડ્યા, સીએમ યોગીએ મંદિરની પ્રતિકૃતિ રજૂ કરી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.