ETV Bharat / bharat

ભારતીય સિવિલ સર્વિસ ઈતિહાસની પહેલી લિંગ બદલવાની ઘટના, હવે આ IRS ઓફિસર મિસ નહીં મિસ્ટર તરીકે ઓળખાશે - IRS officer changed her gender - IRS OFFICER CHANGED HER GENDER

ભારતીય સિવિલ સર્વિસના ઈતિહાસમાં પહેલીવાર આવી કોઈ ઘટના બની છે જ્યાં સરકારી અધિકારી તેનું લિંગ બદલ્યું હોય. સિનિયર ઈન્ડિયન રેવન્યુ સર્વિસ (IRS) ઓફિસર એમ અનુસુયાએ લિંગ બદલાવ્યું છે. આથી હવે તે એમ અનુક્તિર સૂર્યા બની ગઈ છે. લિંગ પરિવર્તન બાદ હવે સરકારી દસ્તાવેજોમાં તેમનું નામ બદલાશે. સંપૂર્ણ બાબત વિશે જાણવા વાંચો આ અહેવાલ. IRS officer changed her gender

સિનિયર ઈન્ડિયન રેવન્યુ સર્વિસ (IRS) ઓફિસર એમ અનુસુયાએ લિંગ બદલાવ્યું
સિનિયર ઈન્ડિયન રેવન્યુ સર્વિસ (IRS) ઓફિસર એમ અનુસુયાએ લિંગ બદલાવ્યું (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 11, 2024, 8:05 AM IST

નવી દિલ્હી: ઈન્ડિયન રેવન્યુ સર્વિસ જેને આપણે ટૂંકમાં IRS તરીકે ઓળખીએ છીએ ત્યાંના વરિષ્ઠ અધિકારી એમ અનુસુયાએ તેનું લિંગ બદલ્યું છે. આ સાથે હવે એમ અનુકથિર હવે સૂર્ય બની ગયા છે. જાણવા જીવ બાબત એ છે કે, સરકારે IRS અધિકારી દ્વારા તેનું નામ અને લિંગ બદલવા માટે કરવામાં આવેલી અપીલને મંજૂરી પણ આપી દીધી હતી.

ઈતિહાસમાં પહેલીવાર આવી કોઈ ઘટના: તમને જણાવી દઈએ કે, ભારતીય સિવિલ સર્વિસના ઈતિહાસમાં પહેલીવાર આવી કોઈ ઘટના બની છે કે જ્યાં કોઈ અધિકારીને પોતાનું લિંગ અને નામ બદલવાની મંજૂરી આપવામાં આવી હોય. લિંગ બદલનાર 35 વર્ષની અનુસુયા હૈદરાબાદની કસ્ટમ એક્સાઇઝ એન્ડ સર્વિસ ટેક્સ અપીલ ઓથોરિટી (CESTAT)માં જોઈન્ટ કમિશનર તરીકે પોસ્ટેડ છે.

લિંગ બદલાવા સરકારે મંજૂરી આપી: નાણા મંત્રાલય દ્વારા કરવામાં આવેલા આદેશ મુજબ, 2013 બેચના IRS અધિકારી એમ અનુસૂયાએ મંત્રાલયને અરજી કરી હતી. આ અરજીમાં તેણે સરકારને તેનું નામ અને લિંગ બદલવાની વિનંતી કરી હતી. તેની અપીલને જાણ્યા બાદ સરકારે તેને મંજૂરી આપી હતી. એટલું જ નહીં, સરકારે આ અંગે અમુક આદેશ પણ બહાર પાડ્યા છે.

સરકારી કાગળોમાં નામ હવે સૂર્ય એમ લખાશે: લિંગ બદલ્યા બાદ હવે IRS અધિકારીના તમામ સરકારી દસ્તાવેજોમાં પણ તેમનું નામ બદલવામાં આવશે અને અનુક્તિર સૂર્ય એમ. તરીકે લખવામાં આવશે. આ મુદ્દે વરિષ્ઠ IRS અધિકારીને પૂછાતા તેણે આ આદેશને પ્રગતિશીલ ગણાવ્યો હતો અને સરકારના નિર્ણયની પ્રશંસા પણ કરી હતી. અધિકારીઓનું કહેવું છે કે, સરકારી નોકરીઓમાં લિંગ માન્યતા માટે આ એક ઐતિહાસિક ઉદાહરણ છે.

હાલ ડેપ્યુટી કમિશનરના હોદ્દા પર છે: સૂર્યાએ તેની લિંક્ડઇન પ્રોફાઇલમાં જણાવ્યું છે કે તેણે ભારતીય વિભાગમાં ડિસેમ્બર 2013માં ચેન્નાઈમાં આસિસ્ટન્ટ કમિશનર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. વર્ષ 2018માં તેને પ્રમોશન મળતા તે ડેપ્યુટી કમિશનરના હોદ્દા પર આવ્યા. તમને જણાવી દઈએ કે, સૂર્ય એમને ગયા વર્ષે જ તેને હૈદરાબાદમાં પોસ્ટિંગ મળ્યું હતું.

  1. સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, છૂટાછેડા લીધેલી મુસ્લિમ મહિલા પતિ પાસે ભરણપોષણ માંગી શકે છે - Supreme Court News
  2. 'તમે ટ્રાયલ કોર્ટની કાર્યવાહીનું રેકોર્ડિંગ કેમ શેર કર્યું?' હાઈકોર્ટે સુનિતા કેજરીવાલ પાસેથી જવાબ માંગ્યો, 7 ઓક્ટોબરે સુનવણી - SUNITA KEJRIWAL DELHI HIGH COURT

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.