નવી દિલ્હી: ભાજપે હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે, જેમાં 67 બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. મુખ્યમંત્રી નયબ સિંહ સૈની લાડવા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડશે. અનિલ વિજને અંબાલા કેન્ટથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
भारतीय जनता पार्टी की केन्द्रीय चुनाव समिति ने होने वाले हरियाणा विधानसभा चुनाव 2024 के लिए निम्नलिखित नामों पर अपनी स्वीकृति प्रदान की है। (1/2) pic.twitter.com/1tpfHgogRR
— BJP (@BJP4India) September 4, 2024
કેપ્ટન અભિમન્યુને નારનૌલથી અને વિપુલ ગોયલને ફરીદાબાદથી ટિકિટ મળી છે. પંચકુલાથી જ્ઞાનચંદ ગુપ્તા, જગાધરીથી કંવર પાલ ગુર્જર, રતિયાથી સુનિતા દુગ્ગલ, આદમપુરથી ભવ્ય બિશ્નોઈ અને સોહનાથી તેજપાલ તંવર ચૂંટણી લડશે. તોશામ બેઠક પરથી ભાજપના રાજ્યસભા સાંસદ કિરણ ચૌધરીની પુત્રી શ્રુતિ ચૌધરીને ટિકિટ મળી છે.
કોને કઈ સીટ પરથી ટિકિટ મળી?
- લાડવા - નાયબ સિંહ સૈની
- કાલકા - શક્તિ રાણી શર્મા
- પંચકુલા - જ્ઞાન ચંદ્ર ગુપ્તા
- અંબાલા કેન્ટ - અનિલ વિજ
- અંબાલા શહેર - અસીમ ગોયલ
- મુલ્લાના (SC) - સંતોષ સરવાન
- સધૌરા (SC) - બળવંત સિંહ
- જગધરી - કુંવર પાલ ગુર્જર
- યમુનાનગર - ઘનશ્યામ દાસ અરોર
- રાદૌર - શ્યામસિંહ રાણા
- શાહબાદ - સુભાષ કલસન
- કલાયત - કમલેશ ધાંડા
- કૈથલ - લીલા રામ ગુર્જર
- કરનાલ- જગમોહન આનંદ
હરિયાણામાં 5 ઓક્ટોબરે એક તબક્કામાં ચૂંટણી
હરિયાણા વિધાનસભાની કુલ 90 બેઠકો માટે 5 ઓક્ટોબરે એક જ તબક્કામાં ચૂંટણી યોજાશે. જમ્મુ-કાશ્મીર અને હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામો 8 ઓક્ટોબરે એક સાથે જાહેર કરવામાં આવશે. અગાઉ ચૂંટણી પંચે હરિયાણામાં એક જ તબક્કામાં 1 ઓક્ટોબરે ચૂંટણી કરાવવાની જાહેરાત કરી હતી, પરંતુ બાદમાં પંચે તારીખ બદલી નાખી હતી.