ઈન્દોર: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે RSSમાં હાલમાં કામ કરતા સરકારના નિવૃત્ત કર્મચારીની અરજી પર ગત બુધવારે ઈન્દોર હાઈકોર્ટમાં સુનાવણી થઇ હતી. વાસ્તવમાં વાત એ હતી કે, નિવૃત્ત કર્મચારીએ કોર્ટમાં અરજી કરી હતી કે નિવૃત્તિ પછી, તેમને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) સાથે જોડાઈને સેવા કરવાની ઈચ્છા છે. પરંતુ સરકારના ઘણા નિયમો આમાં અવરોધ ઉભો કરી રહ્યા છે, જે બાદ નિવૃત્ત કર્મચારીએ કોર્ટનો સહારો લીધો હતો. જે માટે પહેલા કોર્ટે કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય પાસેથી આ બાબત પર ચોખવટ કરવા કહ્યું હતું જે માટે મંત્રાયાએ 4 વખત સમય પણ માંગ્યો હતો. જોકે આટલા સમય બાદ પણ મંત્રાલય જવાબ આપી શકી ન હતી, પરિણામે કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. હવે છેક બુધવારે સરકારે કોર્ટમાં પોતાનો પક્ષ રજૂ કર્યો હતો.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં જોડાવાની ઈચ્છા: વાત એમ છે કે, ઈચ્છા પ્રમાણે નિવૃત્તિ બાદ RSSમાં જોડાઈ સેવાકીય કામ કરવા માંગતા પુરુષોત્તમ ગુપ્તાએ, ઈન્દોરની કોર્ટમાં આ અરજી કરી હતી. ગયા વર્ષે તેમણે ઈન્દોર હાઈકોર્ટમાં આચાર નિયમોને પડકારતી અરજી દાખલ કરી હતી. આ અરજીમાં તેમણે જણાવ્યું હતું કે, તેઓ કેન્દ્ર સરકારમાં હોદ્દો સંભાળી રહ્યા છે અને નિવૃત્તિ બાદ તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં જોડાઈને સેવાકીય કાર્ય કરવા ઈચ્છતા હતા, પરંતુ એક સરકારી નિયમ પ્રમાણે તે આ કામ કરી શકતા નથી.
અમિત શાહ સાથે ચર્ચા કરી: આ સમગ્ર મામલાની બુધવારે ઈન્દોર હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. જે દરમિયાન કેન્દ્રીય ગૃહ સચિવ અને અન્ય અધિકારીઓ ઈન્દોર હાઈકોર્ટમાં હાજર હતા. વિઝ્યુઅલ એડિશનલ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ આ મામલે કેન્દ્ર સરકારના તરફથી પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. તેમણે ઈન્દોર હાઈકોર્ટ સમક્ષ વાત મૂકી છે કે આ સમગ્ર મામલે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સાથે ચર્ચા કરી છે, જેના પરિણામ સ્વરૂપ હવે સરકાર આગામી સુનાવણી પહેલા આ સંપૂર્ણ મામલા વિશે નિર્ણય લઈ શકે છે. જેથી તુષાર મહેતાએ મુકેલા પોતાના પક્ષને સાંભળ્યા બાદ કોર્ટ જુલાઈમાં આ મામલે સુનાવણી કરશે.
શું છે સંપૂર્ણ મામલો: કેન્દ્ર સરકારના નિવૃત્ત અધિકારી પુરુષોત્તમ ગુપ્તા આરએસએસમાં જોડાઈ શકતા નથી કારણ કે કેન્દ્ર સરકારના આચાર નિયમો આવા નિવૃત્ત અધિકારીઓને કોઈપણ સંગઠનમાં જોડાતાં રોકે છે. જેથી કોર્ટમાં મુકેલી તેમની આ અરજીમાં આવા નિયમોમાં ફેરફાર કરવાની માંગ કરવામાં આવી છે.