હૈદરાબાદ: ગણેશોત્સવના છેલ્લા દિવસે, ભક્તોએ ગણપતિ બાપ્પાને ભાવભીની લાગણી સાથે વિદાય આપી. અનંત ચતુર્દશીના દિવસે ઢોલ-નગારા, ગીતો અને નૃત્ય સાથે બાપ્પાની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. જુઓ દેશના વિવિધ શહેરોમાં નિકળેલી શ્રીજીની વિસર્જન યાત્રાઓ.
ગણેશોત્સવ એ ભારતના સૌથી પ્રખ્યાત અને ભવ્ય રીતે ઉજવાતા તહેવારોમાંનો એક છે. તે ગણેશ ચતુર્થીથી શરૂ થાય છે, જ્યારે ભક્તો તેમના ઘરો અને પંડાલોમાં ગણપતિ બાપ્પાને ખૂબ જ આદર અને ભક્તિભાવ સાથે સ્થાપના કરે છે અને પૂજા અર્ચના કરે છે.
#WATCH महाराष्ट्र: पुणे के नारायण पेठ में गणपति विसर्जन किया जा रहा है। pic.twitter.com/4DiLYZ5VX1
— ANI_HindiNews (@AHindinews) September 17, 2024
પૂણેમાં શ્રીજીનું પ્રતિમાઓનું વિસર્જન:
મહારાષ્ટ્રના પુણેના નારાયણ પેઠમાં વાજતે-ગાજતે ગણપતિ વિસર્જન માટે યાત્રા નીકળી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતાં.
\#WATCH मुंबई: महाराष्ट्र के मुख्यमंत्री एकनाथ शिंदे ने गणपति विसर्जन पर अपने आवास पर आरती की। pic.twitter.com/zpqiCkxfD4
— ANI_HindiNews (@AHindinews) September 17, 2024
મહારાષ્ટ્રના CMએ પોતાના નિવાસે કરી ગણેશજીની પૂજા:
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ મુંબઈમાં ગણપતિ વિસર્જન પર તેમના નિવાસસ્થાને આરતી કરી હતી.
#WATCH भोपाल (मध्य प्रदेश): केंद्रीय मंत्री शिवराज सिंह चौहान ने गणपति बप्पा की आरती की और फिर गणपति विसर्जन किया। pic.twitter.com/ggPZjpSYkL
— ANI_HindiNews (@AHindinews) September 17, 2024
ભોપાલમાં કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કરી પૂજા:
ભોપાલમાં કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પરિવાર સાથે ગણપતિ બાપ્પાની આરતી કરી હતી.
#WATCH मुंबई, महाराष्ट्र: देश के कई हिस्सों में आज गणपति की मूर्तियों का विसर्जन किया जा रहा है। वीडियो गिरगांव चौपाटी से जहां लालबागचा राजा को विसर्जन के लिए ले जाया जा रहा है। pic.twitter.com/febkZYKfyX
— ANI_HindiNews (@AHindinews) September 17, 2024
લાલા બાગ ચા રાજાનું વિસર્જન:
દેશના ઘણા શહેરોમાં આજે ગણપતિની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. ત્યારે મુંબઈના ગિરગાંવ ચોપાટીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં લાલબાગચા રાજાના વિસર્જન માટે લઈ જવામાં આવી રહ્યા છે. આ દરમિયાન હજારોની સંખ્યામાં ભાવિકોનું ઘોડાપૂર જોવા મળી રહ્યું છે.
#WATCH हैदराबाद: खैरताबाद से भगवान गणेश की 70 फुट ऊंची प्रतिमा का हुसैन सागर झील में विसर्जन किया गया। pic.twitter.com/hcdT81XW0p
— ANI_HindiNews (@AHindinews) September 17, 2024
હૈદરાબાદની સૌથી ઉંચી ગણેશ પ્રતિમાનું વિસર્જન
હૈદરાબાદના ખૈરતાબાદ વિસ્તારમાં સ્થાપિત 70 ફૂટ ઊંચી ભગવાન ગણેશની મૂર્તિનું હુસૈન સાગર તળાવમાં વિસર્જન કરવામાં આવ્યું હતું.
#WATCH महाराष्ट्र: अनंत चतुर्दशी के अवसर पर मुंबई में भगवान गणेश की मूर्तियों को विसर्जन के लिए ले जाया जा रहा है। pic.twitter.com/nFNTT71Apb
— ANI_HindiNews (@AHindinews) September 17, 2024
મુંબઈમાં ગણેશ પ્રતિમાના વિસર્જન માટે ભક્તોની ભીડ
અનંત ચતુર્દશીના અવસર પર મુંબઈમાં વિસર્જન માટે ભગવાન ગણેશની મૂર્તિઓ લઈ જવામાં આવી રહી ત્યારે રસ્તાઓ પર મોટી સંખ્યામાં ગણેશભક્તોની ભીડ જોવા મળી હતી.