ETV Bharat / bharat

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જીયો તકનિક દ્વારા દેખરેખ - Bullet Train Project

બુલેટ ટ્રેન કોરિડોર માટે મહારાષ્ટ્રમાં બાંધકામના સ્થળો પર અને તેની આસપાસના સિવિલ માળખા અને સેવા કાર્યોની સલામતી સુનિશ્ચિત કરવા માટે ખુબજ સંવેદનશીલ જીયો તકનિકી દેખરેખના સાધનો તૈનાત કરવામાં આવ્યા છે. Bullet Train Project

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જીયો તકનિક દ્વારા દેખરેખ
બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જીયો તકનિક દ્વારા દેખરેખ (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : May 14, 2024, 12:27 PM IST

અમદાવાદ: બુલેટ ટ્રેનોનું બાંધકામ દેશના વિવિધ રાજ્યોમાં થઇ રહ્યું છે ત્યારે કાર્ય સ્થળોએ સલામતીની તકેદારી રાખવા તેમજ બુલેટ ટ્રેનો માટે થતા વિવિધ પ્રવૃત્તિઓને રેકોર્ડ કરવા અને તેનું નિરીક્ષણ કરવા માટે જીયો તકનિકી સાધનોને તેમના સંબંધિત મોડ્યુલો સાથે લગાડવામાં આવ્યા છે. આનાથી સંભવિત જોખમોની સમયસર ઓળખ થઈ શકશે અને તેમને ઘટાડવા માટે સમયસર હસ્તક્ષેપો કરવા સરળ બનશે.

બુલેટ ટ્રેન સ્ટેશન, બોગદાંના કામો માટે શાફ્ટ અને પોર્ટલનું નિર્માણ પણ કરવામાં આવી રહ્યું છે.
બુલેટ ટ્રેન સ્ટેશન, બોગદાંના કામો માટે શાફ્ટ અને પોર્ટલનું નિર્માણ પણ કરવામાં આવી રહ્યું છે. (etv bharat Gujarat)

સાધનો નિર્ણાયક ભૂમિકા ભજવેશે: ટિલ્ટ, સેટલમેન્ટ, વાઇબ્રેશન, તિરાડો અને બિનઉપયોગી હિલચાલ પર નજર રાખવા માટે બાંધકામ સ્થળની આસપાસ વિવિધ પ્રકારના જીયો તકનિકી સાધનો જેવા કે, લિન્કોમીટર્સ, વાઇબ્રેશન મોનિટર્સ, ગ્રાઉન્ડ સેટલમેન્ટ માર્કર્સ, ટિલ્ટ મીટર વગેરેને લગાવવામાં આવ્યું છે. આ સાધનો ખોદકામ અને ટનલિંગ કાર્યો જે ભૂગર્ભમાં થઇ રહ્યા છે તે આસપાસના બાંધકામો માટે જોખમી છે કે નહિ તે સુનિશ્ચિત કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. બાંધકામ સ્થળો પર અને તેની આસપાસ અવાજ અને હવાનું પ્રદૂષણ જરૂરી મર્યાદામાં રહે તે સુનિશ્ચિત કરવા માટે બાંધકામ સ્થળો પર ધૂળ અને ઘોંઘાટ માટેના મોનિટર પણ લગાવવામાં આવી રહ્યા છે.

જીયો તકનિકી સાધનોને તેમના સંબંધિત મોડ્યુલો સાથે લગાડવામાં આવ્યા છે.
જીયો તકનિકી સાધનોને તેમના સંબંધિત મોડ્યુલો સાથે લગાડવામાં આવ્યા છે. (etv bharat Gujarat)

શાફ્ટ અને પોર્ટલનું પણ નિર્માણ: મહારાષ્ટ્રના મુંબઇ અને થાણે જિલ્લામાં બુલેટ ટ્રેન કોરિડોરના 21 કિ.મી. લાંબા ભૂગર્ભ ભાગ માટે બાંધકામ ચાલુ છે. આ કામોમાં બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં લગભગ 1 કિ.મી. લાંબી અને 32 મીટર ઊંડી (લગભગ 10 માળની ઊંધી ઇમારત) ભૂગર્ભ બુલેટ ટ્રેન સ્ટેશન, બોગદાંના કામો માટે શાફ્ટ અને પોર્ટલનું નિર્માણ પણ કરવામાં આવી રહ્યું છે. ત્રણ મોટા બોગદાં બોરિંગ મશીન (ટીબીએમ) 16 કિલોમીટરની ટનલિંગ કામગીરી માટે તૈનાત કરવામાં આવશે, જેમાં દરિયાઇ બોગદાંની નીચે 7 કિ.મી. અને બાકીની 5 કિલોમીટરનું બોગદું નવી ઓસ્ટ્રિયન ટનલિંગ પધ્ધતિનો ઉપયોગ કરીને બનાવવામાં આવશે. બોગદાંની ઊંડાઈ 25 મીટરથી 57 મીટર સુધી બદલાશે. બોગદાં બોરિંગ મશીનના કાર્યને ઘટાડવા માટે ત્રણ શાફ્ટ, એક એડીઆઇટી અને એક પોર્ટલનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.

મહારાષ્ટ્રના મુંબઇ અને થાણે જિલ્લામાં બુલેટ ટ્રેન કોરિડોરના 21 કિ.મી. લાંબા ભૂગર્ભ ભાગ માટે બાંધકામ ચાલુ છે.
મહારાષ્ટ્રના મુંબઇ અને થાણે જિલ્લામાં બુલેટ ટ્રેન કોરિડોરના 21 કિ.મી. લાંબા ભૂગર્ભ ભાગ માટે બાંધકામ ચાલુ છે. (etv bharat Gujarat)

આવા ભૂગર્ભ મોટા બાંધકામના નિર્માણમાં બાંધકામના સ્થળો, જમીનની ઉપર તેમજ જમીનની નીચેની આસપાસના બાંધકામોની સલામતીની તકેદારી રાખવી જરૂરી છે. જેમાં આસપાસમાં રહેતા લોકોને ઓછામાં ઓછી અસુવિધા અથવા વિક્ષેપ થાય છે.

  1. શેરબજાર ગ્રીન ઝોનમાં ખુલ્યું, સેન્સેક્સ 119 પોઈન્ટ ઉપર, નિફ્ટી 22,149 પર - STOCK MARKET UPDATE
  2. વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણી 2024 માટે 18 અને 23 મેના રોજ હરિયાણામાં ચાર રેલી કરશે. - lok sabha election 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.