ETV Bharat / bharat

બાબા સિદ્દીકીની હત્યામાં યુપી કનેક્શન, ફાયરિંગ કરનાર 3 શૂટર્સમાંથી 2 બહરાઈચના - BABA SIDDIQUI MURDER CASE

NCPના નેતા બાબા સિદ્દીકીની શનિવારે રાત્રે મુંબઈમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તેમની હત્યાના તાર યુપીના બહરાઈચ સાથે જોડાયેલા જાણવા મળ્યું છે.

બાબા સિદ્દીકીની હત્યામાં યુપી કનેક્શન
બાબા સિદ્દીકીની હત્યામાં યુપી કનેક્શન (Etv Bharat Graphics)
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 13, 2024, 6:29 PM IST

મુંબઈ/બહરાઈચ: મુંબઈમાં એનસીપીના દિગ્ગજ નેતા અને પ્રખ્યાત ફિલ્મ હસ્તીઓ સાથે નજીક ઘરોબો ધરાવતા બાબા સિદ્દીકીની હત્યાના તાર યુપીના બહરાઈચ સાથે જોડાયેલા જોવા મળ્યા છે. બાબા સિદ્દીકીની શનિવારે રાત્રે મુંબઈમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

આ હત્યામાં ત્રણ આરોપી હોવાનું સામે આવ્યું છે, જેમનું નામ શિવા ગૌતમ, ધર્મરાજ કશ્યપ અને ગુરમેલ સિંહ છે, જેમાંથી શિવા અને ધર્મરાજ બંને યુપીના બહરાઈચના રહેવાશી છે, રવિવારે મુંબઈ પોલીસની સૂચના પર સ્થાનિક પોલીસ શિવા અને ધર્મરાજ નામના બંને આરોપીના ઘરે પહોંચી અને તેમના પરિવારજનોની પૂછપરછ કરી.

બાબા સિદ્દીકીની હત્યામાં યુપી કનેક્શન, (Etv Bharat/ ANI)

મુંબઈ પોલીસની સૂચનાથી બહરાઈચમાં બંને આરોપીઓના ઘરે પોલીસની ટીમ પહોંચી અને આરોપીઓના માતા-પિતા સાથે પુછપરછ કરી. ગામલોકોના જણાવ્યા અનુસાર બંને યુવકો પુણેમાં મજુરી કરે છે. બંને એક મહિના પહેલાં જ પુણે ગયા હતા.

મળતી જાણકારી અનુસાર આરોપી ધર્મરાજ અને શિવકુમારનો કોઈ ગુનાહિત ઈતિહાસ નથી, ન તો તેમની સામે કોઈ કેસ દાખલ છે. બંને સામાન્ય પરિવારમાંથી આવે છે. એનસીપી નેતાની હત્યામાં બંને યુવકોના નામ સામે આવતા સમગ્ર ગામમાં ચકચાર મચી ગઈ છે અને ગામલોકો પણ દંગ રહી ગયા છે.

મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર લૉરેન્સ બિશ્નોઈએ એનસીપી નેતા બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી લીધી છે. 15 દિવસ પહેલાં જ બાબા સિદ્દીકીને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી, ત્યાર બાદ 12 ઓક્ટોબરની રાતે તેની ગોળી મારીને હત્યા લોરેન્સ બિશ્નોઈ ગેંગે સલમાન ખાનના પિતા સલીમ ખાને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

  1. સલમાનના દોસ્ત, બિશ્નોઈના દુશ્મન ? શું સિદ્દીકીની હત્યા સલમાનના નામે સંકેત ?
  2. મુંબઈઃ બાબા સિદ્દીકી હત્યા કેસ, લોરેન્સ ગેંગની સંડોવણીની શંકા, આજે અંતિમ સંસ્કાર કરવામાં આવશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.