નવી દિલ્હી : યોગ ગુરુ બાબા રામદેવનું પૂતળું હવે મેડમ તુસાદ ન્યૂયોર્કમાં જોવા મળશે. તેમનું પૂતળું મીણમાંથી બનાવવામાં આવેલું છે. તેનું આજે નવી દિલ્હીમાં અનાવરણ કરવામાં આવ્યું હતું. બાબા રામદેવ પહેલા ભારતીય સાધુ છે, જેમની મીણની પ્રતિકૃતિ આ મેડમ તુસાદ મ્યુઝિયમમાં જોવા મળશે.
-
Live - मैडम तुसाद अट्रैक्शन, न्यूयॉर्क प्रथम भारतीय सन्यासी - \n#स्वामीरामदेव_मैडमतुसाद\n https://t.co/zaA2V1d74w
— स्वामी रामदेव (@yogrishiramdev) January 30, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
">Live - मैडम तुसाद अट्रैक्शन, न्यूयॉर्क प्रथम भारतीय सन्यासी - \n#स्वामीरामदेव_मैडमतुसाद\n https://t.co/zaA2V1d74w
— स्वामी रामदेव (@yogrishiramdev) January 30, 2024Live - मैडम तुसाद अट्रैक्शन, न्यूयॉर्क प्रथम भारतीय सन्यासी - \n#स्वामीरामदेव_मैडमतुसाद\n https://t.co/zaA2V1d74w
— स्वामी रामदेव (@yogrishiramdev) January 30, 2024
કુલ 12 સેલિબ્રિટીઝના પૂતળાં : અગાઉ, અહીં સ્થાપિત ભારતીય સેલિબ્રિટીઓના પૂતળાંઓમાં મહાત્મા ગાંધી, ઈન્દિરા ગાંધી, નરેન્દ્ર મોદી, શાહરૂખ ખાન અને સલમાન ખાનનો સમાવેશ થાય છે. મેડમ તુસાદ મ્યુઝિયમમાં કુલ 12 સેલિબ્રિટીઝના પૂતળાં લગાવવામાં આવેલાં છે.
વૃક્ષાસનની મુદ્રામાં પૂતળું : મંગળવારે બાબા રામદેવ પોતે દિલ્હીની હોટેલમાં હાજર હતાં જ્યાં તેમનું પૂતળું લાવવામાં આવ્યું હતું. તેમણે પોતે જ પૂતળાંનું અનાવરણ કર્યું હતું. આ મીણનું પૂતળું બનાવવાની શરૂઆત 2018માં જ કરવામાં આવી હતી. સાથે જ બાબા રામદેવના શરીરનું માપ પણ લેવામાં આવ્યું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે ટીમે તેમના શરીરને 200થી વધુ વખત માપ્યું હતું. આ પૂતળાંમાં તે યોગમુદ્રામાં જોવા મળે છે. બાબા રામદેવ વૃક્ષાસનની મુદ્રામાં જોવા મળે છે.
સનાતન સત્યની જીતની ઓળખ : મેડમ તુસાદ મ્યુઝિયમની સ્થાપના 1835માં કરવામાં આવી હતી. તેમાં દુનિયાભરની મોટી હસ્તીઓના પૂતળાં રાખવામાં આવ્યા છે, બાબા રામદેવે કહ્યું, 'આ યોગનું સન્માન છે, આ ભારતની શાશ્વત સાંસ્કૃતિક વારસાનું સન્માન છે. ભારતની પોતાની ભવ્ય આધ્યાત્મિક પરંપરા છે જે આપણા પૂર્વજો જીવતાં હતાં. અત્યાર સુધી લોકો માનતા હતાં કે જો તમારે દુનિયા માટે આદર્શ બનવું હોય તો તમારે કોઈ અલગ રસ્તો અપનાવવો પડશે. પરંતુ જ્યારે આ વેક્સ મ્યુઝિયમમાં કોઈ સંતનું પૂતળું પણ લગાવવામાં આવશે ત્યારે તે સનાતન સત્યની જીતની ઓળખ બની રહેશે.