પાટણ જિલ્લાના સિધ્ધપુર સહિત તાલુકાઓમાં જામ્યો વરસાદી માહોલ
Published : Jun 25, 2024, 8:56 PM IST
પાટણઃ હવામાન વિભાગની અગાહીના પગલે સિધ્ધપુર પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. બપોર બાદ એકાએક સાંજે વાતાવરણમાં આવ્યો હતો પલટો. ઉકળાટ ભર્યા વતાવરણમાં વરસાદ વરસતા લોકોને ગરમીમાં રાહત થઈ હતી. લોકોએ વરસાદમાં નહાવાની મજા માણી. પ્રથમ વરસાદમાં જ રેલવે ગરનાળું વરસાદી પાણીથી ભરાઈ ગયું હતું. પાટણ નગર પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પહેલા વરસાદે જ પોલ ખોલી નાંખી. પાટણ જિલ્લાના સિધ્ધપુર સહિત તાલુકાઓમાં વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગની અગાહીના પગલે સિધ્ધપુર પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. બપોર બાદ એકાએક સાંજે વાતાવરણમાં આવ્યો હતો પલટો. ઉકળાટ ભર્યા વતાવરણમાં વરસાદ વરસતા લોકોને ગરમીમાં રાહત થઈ હતી. લોકોએ વરસાદમાં નહાવાની મજા માણી.