વ્યારાની સરકારી હોસ્પિટલ બની સરોવર, દર્દીઓ સહિત લોકોને હાલાકી - Water logging in Vyara hospital - WATER LOGGING IN VYARA HOSPITAL
Published : Sep 3, 2024, 7:54 AM IST
તાપી: જિલ્લામાં પડી રહેલા ધોધમાર વરસાદને પગલે જિલ્લાના અનેક વિસ્તારોમાં પાણી ફરી વળતા જનજીવન અસરગ્રસ્ત થયું છે, ત્યારે વ્યારામાં આવેલી સરકારી જનરલ હોસ્પિટલના કેમ્પસમાં જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતાં. હોસ્પિટલમાં પરિસરમાં પાણી ભરાતા દર્દીઓ સાથે આવતા તેમના પરિવારજનોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. વયારાની જનરલ હોસ્પિટલના કેમ્પસમાં પાણી ભરાય જતાં દર્દીઓને ઇમરજન્સી વોર્ડમાં દર્દીઓને લઈ જવામાં પણ હાલાકી ભોગવવી પડી હતી. મહત્વપૂર્ણ છે કે, દક્ષિણ ગુજરાતમાં પડેલા ભારે વરસાદના પગલે અનેક શહેરોમાંથી આવા જ દ્રશ્યો જોવા મળી રહ્યાં છે, ત્યારે લોકોએ તંત્ર પાસેથી આશા છોડીને હવે ઈશ્વરને ખમૈયા કરવાની અરજ કરતા હોય તેમ લાગી રહ્યું છે.