ભાવનગર બેઠક પર ઓછા મતદાન સાથે પ્રક્રિયા પૂર્ણ : 13 ઉમેદવારના ભાવિ સીલ EVMમાં - BHAVNAGAR Lok Sabha elections 2024 - BHAVNAGAR LOK SABHA ELECTIONS 2024
Published : May 7, 2024, 8:59 PM IST
ભાવનગર: લોકસભા ચૂંટણી 2024માં ભાવનગર બેઠક પર ત્રીજા તબક્કામનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. ભાવનગર લોકસભા બેઠકો પર કુલ 1965 જેટલા બુથ ઉપર મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. 19,16,900 જેટલા મતદારો પૈકી પાંચ વાગ્યા સુધીનું મતદાન માત્ર 48 ટકા નોંધાયુ છે. ચૂંટણી તંત્ર દ્વારા આકરી ગરમી વચ્ચે પણ તૈયારી કરવા છતાં પણ ટકાવારી પાંચ વાગ્યા સુધીની ઓછી જોવા મળી છે. જો કે અંતમાં છ કલાકે સમય પૂર્ણ થતાં ઇવીએમ સીલ કરવામાં આવ્યા હતા. પોલીસ બંદોબસ્ત વચ્ચે ઇવીએમ મશીનોને તેના મૂળ સ્થાન ઉપર લઈ જવામાં આવ્યા હતા. જો કે 13 જેટલા ઉમેદવારોના ભાવિ ઇવીએમ મશીનમાં સીલ થવા પામ્યા છે. આકરી ગરમીમાં વૃદ્ધો સહિત અનેક લોકોએ મતદાન કરવા માટે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.