વિજાપુર પેટા વિધાનસભા ચુંટણી માટે, ભાજપનાં ઉમેદવાર સી જે ચાવડા એ ફોર્મ ભર્યું - Vijapur By Assembly Election 2024 - VIJAPUR BY ASSEMBLY ELECTION 2024
Published : Apr 16, 2024, 6:23 PM IST
મહેસાણા: વિજાપુર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીમાં ભાજપ ઉમેદવારે ફોર્મ ભર્યું હતું . ભાજપના ઉમેદવાર સી જે ચાવડા એ વિજય મુહૂર્ત માં 13:39 કલાકે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું . સભા યોજી રેલી સ્વરૂપે વિજાપુર મામલતદાર કચેરી ખાતે પહોંચી સી જે ચાવડા એ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. સી જે ચાવડા સાથે પ્રદેશ ઉપાધ્યક્ષ એમ એસ પટેલ પૂર્વ ગૃહમંત્રી નરેશ રાવલ પૂર્વ ધારાસભ્ય રમણલાલ પટેલ ઉપસ્થિત રહ્યા હતાં .
નરેન્દ્ર મોદી ની વિકાસ ની રાજનીતિ ને પ્રેરાઈ ને આજે ભાજપમાં જોડાયા: ભાજપ ઉમેદવાર સી જે ચાવડા નું નિવેદન આપ્યું હતું કે, અહીંયા અનેક નેતાઓ સામસામે ચૂંટણી લડી ચુકયા છે. પરંતુ નરેન્દ્ર મોદી ની વિકાસ ની વિચારધારા ને લઈ ભાજપમાં જોડાયા છે. 1 લાખ કરતા વધુ મત થી વિજય થઈશ. લોકો કહેશે હમણાં તો પંજા ના નિશાન માટે વોટ માંગતા હતા. પણ નરેન્દ્ર મોદી ની વિકાસ ની રાજનીતિ ને પ્રેરાઈ ને આજે ભાજપ માં જોડાયા છીએ. અનેક નેતાઓ કોંગ્રેસ છોડી ભાજપ માં જોડાયા છે. આઝાદી પછી વિશ્વગુરુ બનવાનું કોઈ એ કામ કર્યું હોય તો એ નરેન્દ્ર મોદી અને અમિત શાહની જોડી એ કર્યું છે.