ગીરમાં ખુલ્લા કુવા બન્યા સિંહો માટે મોતના કુવા, કુવામાં પડવાથી એક સિંહણનું મોત - Death of a lioness in a well
Published : Jul 6, 2024, 10:06 PM IST
|Updated : Jul 7, 2024, 11:51 AM IST
જૂનાગઢ: ધારી ગીર પૂર્વના સરસીયા રેન્જમાં કૃષિ શાળા પાછળ આવેલા ખેતરના એક ખુલ્લા કૂવામાં શિકારની પાછળ દોડતી વખતે બે યુવાન સિંહણ અચાનક ખુલ્લા કુવામાં ખાબકી હતી. જેમાં બે થી ત્રણ વર્ષની એક સિંહણનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે, તો અન્ય એક સિંહણને વન વિભાગે સફળતાપૂર્વક રેસ્ક્યુ કરીને આંબરડી સફારી પાર્ક ખાતે સારવાર અર્થે મોકલી આપી છે. સમગ્ર ઘટનાની જાણ વન વિભાગને થતા જ સમગ્ર ટીમ સિંહણને બચાવવા માટે મથામણ કરી રહી હતી. પરંતુ તેમાં એક સિંહણનું મોત થયું હતું, જેને પગલે ગીર પૂર્વમાં ભારે શોકનો માહોલ પણ ફેલાઈ ગયો હતો. વન વિભાગ ઘટનાસ્થળ પરથી પુરાવાઓ એકત્ર કરીને સિંહણના મોત, તેમજ કુવામાં કયા કારણોસર પડી હશે તેને લઈને પણ તપાસ કરી રહી છે.