મોરબી પંથકમાં 24 કલાકમાં ધોધમાર વરસાદ, ટંકારામાં સૌથી વધુ ૩ ઇંચ વરસાદ - rain in morbi - RAIN IN MORBI
Published : Jul 2, 2024, 12:49 PM IST
મોરબી: છેલ્લા ૨૪ કલાકમાં સમગ્ર પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેમાં મોરબીમાં સાડા પાંચ ઇંચ, ટંકારામાં ત્રણ ઇંચ, હળવદમાં અઢી ઇંચ વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદને પગલે નદી નાળામાં નવા નીરની આવક થઇ છે. મોરબી શહેર અને તાલુકામાં ગઈ કાલના સાંજના સુમારે ધોધમાર વરસાદ શરુ થયો હતો અને ટંકારામાં પણ મોડી સાંજ સુધી ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેમાં મોરબી જીલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં મોરબીમાં 138 MM, ટંકારામાં 72 MM, માળિયામાં 9 MM, વાંકાનેરમાં 15 MM, હળવદમાં 64 MM વરસાદ નોંધાયો હતો ત્યારે ધોધમાર વરસાદને પગલે મોરબી શહેરના સ્ટેશન રોડ, સામાકાંઠે, શનાળા રોડ સહિતના વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. ગ્રામ્ય વિસ્તારમાં સારા વરસાદને પગલે ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.