Mehsana Train: મહેસાણા જિલ્લામાં રેલવે દ્વારા ત્રણ નવી સુવિદ્યા ઉપલબ્ધ થઈ - Railway mehsana
Published : Mar 12, 2024, 8:05 PM IST
મહેસાણા: ભારતીય રેલ આધુનિકીકરણ કાર્યક્રમ યોજાયો જે અંતર્ગત મહેસાણા રેલવે સ્ટેશન ખાતે ત્રણ નવી સુવિદ્યા ઉપલબ્ધ કરાવામાં આવી છે. મહેસાણા રેલવે સ્ટેશન ખાતે લોકોને સસ્તા દરે દવા મળી શકે તે માટે પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રનું ઉદઘાટન કરાયું હતું. મહેસાણા રેલવે સ્ટેશન ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં સાંસદ શારદાબેન પટેલ,રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયક, મહેસાણા ધારાસભ્ય મુકેશભાઈ પટેલ,ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી, જિલ્લા ભાજપ પ્રમુખ ગીરીશભાઈ રાજગોર અને નગરપાલિકા પ્રમુખ ડો.મિહિર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ અંતર્ગત મહેસાણા જિલ્લાને રેલવે દ્વારા ત્રણ નવી સુવિધા અપાઈ છે જેમાં બહુચરાજી ડી એફ સી, ઝુલાસણ ડી એફ સી અને ભાંડુ ગામ નજીક અંડરપાસ ની સુવિધા મળશે.