રાજકોટની બેબી કેર હોસ્પિટલનાં સંચાલકોને 6.54 કરોડનો કરાયો દંડ, જાણો શા માટે ? - Child care hospital fined - CHILD CARE HOSPITAL FINED
Published : Jun 28, 2024, 1:34 PM IST
રાજકોટ: એક બેબી કેર હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડનું કૌભાંડ સામે આવ્યા બાદ રાજ્યના આરોગ્ય મંત્રાલયે મોટું પગલું ભર્યુ છે અને બેબી કેર હોસ્પિટલ સામે દંડ તથા પેનલ્ટી મળીને કુલ રૂ.6.54 કરોડની વસૂલાત કરી છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગનાં અધિક સચિવે કરેલા ઓર્ડર મુજબ બેબી કેર હોસ્પિટલના તબીબો દ્વારા 116 જેટલા દર્દીઓના કિસ્સામાં આયુષમાન કાર્ડના કેસો પ્રિ-ર્ઓથ એપ્રુવલ માટે મુકેલ હતો. જેની કિંમત રુ. 6,54,79,500 થાય છે. જેની 10 ગણી પેનલ્ટી હોસ્પિટલના સંચાલકોને ફટકારવામાં આવી છે અને બેબી કેર હોસ્પિટલને PMJYમાં યોજનામાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. આ રીતે આરોગ્ય વિભાગ દ્વારા 6,54,79,500નો દંડ ફટકારવામાં આવ્યો છે. બેબી કેર હોસ્પિટલ દ્વારા ખોટા રિપોર્ટ તૈયાર કરી બાળકોની સારવારના નામે આયુષ્યમાન કાર્ડમાંથી સરકારના 2 કરોડ રૂપિયા ખંખેરી લીધા હતા. હોસ્પિટલના સ્ટાફ દ્વારા સમગ્ર મામલે કોભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો.એટલું જ નહીં પરંતુ ડોકટર દ્વારા પણ સ્વીકારવામાં આવ્યું હતું કે, રિપોર્ટમાં ફેરફાર કરવામાં આવે છે.