તાપી જિલ્લાના નિઝર અને કુંકરમુંડા તાલુકામાં મન મૂકીને વરસ્યા મેઘરાજા - Tapi News - TAPI NEWS
Published : Jun 27, 2024, 10:42 PM IST
તાપીઃ જિલ્લાના નિઝર અને કુંકરમુંડા તાલુકામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા. રાત્રીના 8 વાગ્યાથી મુસળધાર વરસાદ વરસતા નિઝર સ્ટેટ હાઈવે પર વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વાવણી લાયક વરસાદ વરસતા જગતના તાત ખુશ ખુશાલ થયા છે. ભારે ઉકળાટ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકો એ ગરમીથી રાહત અનુભવી હતી. એક તરફ નિઝર અને કુંકરમુંડા તાલુકામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા જ્યારે બીજી તરફ વ્યારા, વાલોડ, સહિત ના તાલુકાઓમાં છૂટો છવાયો નહિવત વરસાદ વરસતા ઉકળાટથી લોકો હેરાન થયા અને વરસાદની રાહ જોઈ બેઠા છે. સતત મુસળધાર વરસાદ વરસતા નિઝર સ્ટેટ હાઈવે પર વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વાવણી લાયક વરસાદ વરસતા જગતના તાત ખુશ ખુશાલ થયા છે.