ગુજરાત

gujarat

ETV Bharat / videos

તાપીમાં ગાયકવાડી રાજનો ડોસવાડા ડેમ થયો ઓવરફ્લો, નજીકના ગામોને એલર્ટ કરાયા - Tapi Doswada Dam overflows

By ETV Bharat Gujarati Team

Published : Jul 24, 2024, 2:20 PM IST

તાપી : ગુજરાતભરમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. મુખ્યત્વે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં જળાશયો છલકાયા છે. તાપી જિલ્લામાં સવારથી વરસાદી માહોલ છે. રાત્રી દરમિયાન તમામ તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. સતત પડી રહેલા વરસાદને પગલે જિલ્લામાં આવેલા ડેમમાં પાણીની ભરપૂર આવક નોંધાઈ રહી છે. ત્યારે સોનગઢ તાલુકામાં આવેલ ડોસવાડા ડેમ આજે સંપૂર્ણ ભરાયો છે. ડોસવાડા ડેમ સંપૂર્ણ ભરાતા તંત્ર દ્વારા નીચાણવાળા 15 થી વધુ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. બીજી તરફ ડોસવાડા ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશીની લહેર ફેલાઇ છે. ગતરોજ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં પડેલા વરસાદને પગલે ઉકાઈ ડેમમાં નવા નીરની આવકમાં વધારો નોંધાયો છે. હાલ ડેમમાં 31,206 ક્યુસેક પાણીની આવક થઇ છે. ડેમમાંથી કેનાલ મારફતે 600 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ ડેમની સપાટી 313.51 ફૂટ પર પહોંચી છે. 

ABOUT THE AUTHOR

...view details