સુરેન્દ્રનગર શહેરના મુખ્ય બજારમાં ટાબરીયા ચોર ગેંગ સક્રિય, જુઓ વિડીયો - TABARIA GANG IN SURENDRANAGAR
Published : Oct 17, 2024, 12:03 PM IST
સુરેન્દ્રનગર: શહેરની મુખ્ય બજારમાં એક સ્વીટ માર્ટની દુકાનમાં ટાબરીયાઓ દ્વારા ગ્રાહકના મોબાઇલ ચોરતો હોવાનો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. હાલ દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે, ત્યારે ટાબરીયા ચોર ટોળકી શહેરમાં સક્રિય થઈ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે, ત્યારે સુરેન્દ્રનગર શહેરની મુખ્ય બજારમાં એક સ્વીટ માર્ટ અને ફરસાણની દુકાનમાં ટાબરીયા દ્વારા ગ્રાહકના ઉપરના ખીચામાંથી મોબાઈલ સેરવી અને ચોરી કર્યાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. વાયરલ કરી એક જાગૃત નાગરિકે વેપારીઓ અને લોકોને પણ દિવાળીના તહેવારમાં ચોર ટોળકી શહેરમાં સક્રિય થઇ છે, તો લોકોને પણ પોતાના માલ સામાન અને કિંમતી વસ્તુઓને દુકાનદારો પણ પોતાના સામાન અને સીસીટીવી કેમેરા રાખી નજર રાખે તેવું આ વિડીયો મારફતે લોકો અને વેપારીને અપીલ કરવામાં આવી છે.