ભારે વરસાદ સંદર્ભે ઓલપાડ તાલુકામાં NDRF ટીમ પહોંચી,અલગ અલગ ગામની મુલાકાત કરી - Surat News - SURAT NEWS
Published : Jul 23, 2024, 9:00 PM IST
સુરત: જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હજૂ પણ હવામાન ખાતાએ ભારે વરસાદની આગાહી કરી છે. જે સંદર્ભે સુરત જિલ્લાનું તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે, સાવચેતીના પગલાં ભરી રહ્યું છે. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કીમ ગામ પાસે પસાર થતી કીમ નદી બે કાંઠે વહી રહી છે. નદી પરના પુલો પાણીમાં ડૂબી ગયા છે. કીમ નદી આસપાસના ગામોને એલર્ટ કરી દીધા છે. આજે સુરત જિલ્લામાં આવેલ NDRFની ટીમે ઓલપાડ તાલુકાના કીમ, કઠોદરા સહિતના ગામની મુલાકાત કરી હતી. ગ્રામ પંચાયતના સરપંચ, તલાટી કમ મંત્રી સાથે વરસાદની સ્થિતિની માહિતી મેળવી હતી. NDRFની ટીમે જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપ્યું હતું. સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હજૂ પણ હવામાન ખાતાએ ભારે વરસાદની આગાહી કરી છે. જે સંદર્ભે સુરત જિલ્લાનું તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે, સાવચેતીના પગલાં ભરી રહ્યું છે.