ગુજરાત

gujarat

ETV Bharat / videos

ભારે વરસાદના કારણે ઓલપાડ, માંડવી, પલસાણા અને બારડોલી તાલુકાઓના 33 રસ્તાઓ બંધ - Surat News - SURAT NEWS

By ETV Bharat Gujarati Team

Published : Jul 2, 2024, 7:41 PM IST

સુરતઃ  છેલ્લા ચોવીસ કલાકમાં પડેલા ભારે વરસાદના કારણે જિલ્લામાં ઓવર ટોપીંગ, લો-લેવલ કોઝવે ઓવર ટોપીંગના કારણે માર્ગ અને મકાન પંચાયત હસ્તકના ઓલપાડના 6, માંડવીના 3, પલસાણાના 4 અને બારડોલીના 20 મળી કુલ 33 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે.  જેમાં માંડવીમાં ઉશ્કેર મુંજલાવ બોધાન રોડ, ઉમરસાડી ખરોલી રોડ, બારડોલીના વાંકાનેર પારડી વાલોડ રોડ, જુની કીવાડ ગભેણી ફળિયા રોડ, ખરવાસા મોવાછી જોઇનીગ શામપુરા રોડ, વડોલી બાબલા રોડ, ખોડ પારડી વાધેચા જોઇનીંગ રોડ, નસુરા મસાડવગા રોડ, સુરાલી કોટમુંડાથી બોલ્ધા રોડ, સુરાલી ધારીયા ઓવારા રોડ, વડોલી અંચેલી રોડ, સુરાલી સવિન જકાભાઇનાં ધરથી ધારિયા કોઝવે રોડ, રાયમ ગામે વોટરવર્ક થી સ્મશાન જતો રોડ, ખોજ પારડીથી વાધેચા રોડ, બામણીથી ઓરગામ રોડ, ટીમ્બરવા કરચકા રોડ, રામપુરા એપ્રોંચ રોડ, અકોટી આશ્રમશાળા રોડ, કંટાળી ભામૈયા રોડ, તાજપોર ગામથી રગડ ખાડી તરફનો રોડ, પલસાણાના ઓલ્ડ બી.એ.રોડ પાર્સીંગ થ્રુ અલથાણ બલેશ્વર પલસાણા વિલેજ રોડ, બગુમરા બલેશ્વર રોડ, બગુમરા તુંડી રોડ, તુંડી દસ્તાન રોડ,ઓ લપાડના કુભાર ફળીયા રુદ્ર ફળિયા રોડ, પરિયા માધર રોડ, વિહાણ કણભી રોડ, કંથરાજ સિથાણ ખાલીપોર રોડ, અટોદરા અછરણ સિથાણ રોડ અને ટકારમા કદરામાં રોડ બંધ કરવામાં આવ્યા છે. જેથી વાહન ચાલકો વૈકલ્પિક રસ્તાઓ પરથી વાહનો જઈ શકશે. 

ABOUT THE AUTHOR

...view details