ગુજરાત

gujarat

ETV Bharat / videos

સુરતના ડિંડોલીમાં બે ઈસમોએ દુકાનદાર પર સળિયો લઈને તૂટી પડ્યા, જુઓ CCTV ફૂટેજ - Surat Crime - SURAT CRIME

By ETV Bharat Gujarati Team

Published : Jun 29, 2024, 9:55 PM IST

સુરત : શહેરમાં ક્રાઈમની ઘટનાઓમાં વધારો થયો છે. પોલીસનો ડર જ ના હોય એમ અસમાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા મધુરમ સર્કલની બાજુમાં પંઢરપુરી ચાની કીટલી પર સિગારેટ લેવા બાબતે બે ઈસમોએ બોલાચાલી કરી ચાની કીટલીવાળા સાથે ઝઘડો કર્યો હતો. ત્યારબાદ દુકાનદાર સાથે બોલાચાલીથી ઉશ્કેરાઈને એક શખ્સ લોખંડનો સળિયો લઈને તૂટી પડ્યો હતો. દુકાનદાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ મારામારીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. આ સાથે ડિંડોલી પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. ડિંડોલી પોલીસે 27 વર્ષીય આરોપી અજય ઉર્ફે અજ્જુ રવિ દેવરેને પકડી પાડ્યો છે. જ્યારે બીજા આરોપીને પકડવાની કામગીરી ચાલી રહી છે.

ABOUT THE AUTHOR

...view details