ગુજરાત

gujarat

ETV Bharat / videos

માળિયાના જુમાવાડી પાસેથી શંકાસ્પદ કોલસાના જથ્થા સાથે 2 ઇસમોને SOG ટીમે ઝડપ્યા - 2 accused caught with coal - 2 ACCUSED CAUGHT WITH COAL

By ETV Bharat Gujarati Team

Published : Jul 10, 2024, 4:40 PM IST

મોરબી: માળિયાના જુમાવાડી પાસેથી SOG ટીમે ચોરીના શંકાસ્પદ કોલસા અને કોલસાની હેરફેર માટે ઉપયોગમાં લેવાયેલ બોલેરો તેમજ બોટ સાથે બે ઇસમોને સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમે ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. બોલેરોમાં રાખેલ કોથળા શંકાસ્પદ લાગતા SOG ટીમે તપાસ કરી હતી જે પ્લાસ્ટિક કોથળામાં કોલસા મળી આવ્યા હતા અને બાજુમાં દરિયા તરફના કાંઠે કોલસા ભરેલ પ્લાસ્ટિકની કોથળીઓનો ઢગલો કરેલ મળી આવ્યો હતો. કોલસાને દરિયામાંથી કાઢવા માટે ઉપયોગમાં લીધેલ એક બોટ સાથે નાવિક પણ મળી આવ્યો હતો.આ  મુદામાલ અંગે પૂછપરછ કરતા આધાર બીલ વગેરે માંગતા સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો. SOG ટીમે કોલસાની કુલ કોથળીઓ નંગ 267, કીમત રૂ 23,360, બોલેરો કીમત રૂ 2 લાખ અને બોટ કીમત રૂ 15 હજાર સહીત કુલ રુ.38,360 નો મુદામાલ કબજે લઈને માળિયા પોલીસ સ્ટેશનને સોપવામાં આવ્યો હતો તેમજ આરોપી હારૂન સુલેમાન સાઈચા અને જાફર ઓસમાણ પરારને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી હોવાનું LCB ઇન્ચાર્જ PI એમ.પી. પંડ્યાએ જણાવ્યું હતું. 

ABOUT THE AUTHOR

...view details