સોમનાથ મહાદેવને ચંદનના લેપનો શણગાર, કરો દેવાધીદેવ મહાદેવના દિવ્ય દર્શન - Somnath mandir - SOMNATH MANDIR
Published : Aug 17, 2024, 6:41 AM IST
ગીર સોમનાથ: સોમનાથ મહાદેવને શુક્રવારે ચંદનના લેપ થી શણગાર કરવામાં આવ્યો હતો, ચંદનને સનાતન ધર્મ સંસ્કૃતિમાં શુદ્ધતા અને પવિત્રતાના પ્રતિક રૂપે માનવામાં આવે છે. ચંદન શીતળતા અને તેની સુગંધ પણ મહાદેવની અનુભૂતિ કરાવે તે પ્રકારની હોય છે, જેના દર્શન કરીને શિવ ભક્તોએ ભારે ધન્યતા અનુભવી હતી. શ્રાવણ મહિનો ધીમે ધીમે આગળ વધી રહ્યો છે, ત્યારે આજે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને ચંદનના લેપનો શણગાર કરવામાં આવ્યો હતો. સનાતન ધર્મ સંસ્કૃતિમાં ચંદનને શીતળતાની સાથે મનની શાંતિ આપનાર તેમજ શુદ્ધતા અને પવિત્રતાની દ્રષ્ટિએ પણ સર્વોત્તમ માનવામાં આવ્યું છે. ચંદન પ્રત્યેક મસ્તીસ્ક મા શિવરૂપી કલ્યાણક તરીકે સ્થાપિત થાય તેમજ વિશ્વમાં શાંતિ બની રહે તેવા ઉદ્દેશ્ય સાથે સોમનાથ મંદિર ટ્રસ્ટના પંડિતો દ્વારા શાસ્ત્રોત વિધિ વિધાન સાથે સોમેશ્વર મહાદેવને ચંદનનો લેપ અર્પણ કરાયો હતો જેના દર્શન કરીને શિવ ભક્તોએ ભારે ધન્યતા અનુભવી હતી.