Shaktisinh Reaction : ચૂંટણી બોન્ડ રદ કરવાના સુપ્રીમ ચૂકાદાને આ રીતે વધાવતાં ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ - ચૂંટણી બોન્ડ રદ
Published : Feb 16, 2024, 12:51 PM IST
અમદાવાદ : સુપ્રીમ કોર્ટ દ્વારા ગઇકાલે ચૂંટણી બોન્ડ રદ કરવાના ઐતિહાસિક ચૂકાદાને ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે વધાવ્યો છે. સાંસદ શક્તિસિંહ ગોહિલે આ અંગે પ્રતિક્રિયા વ્યક્ત કરતાં સુપ્રીમ કોર્ટનો આભાર માન્યો હતો. સુપ્રીમ કોર્ટે ચૂંટણી બોન્ડ યોજનાને કલમ 19(1)(A)નું ઉલ્લંઘન અને ગેરબંધારણીય ગણાવી ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમ રદ્દ કરી દીધી છે. સુપ્રીમ કોર્ટે ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમને ગેરબંધારણીય જાહેર કરી અને કહ્યું છે કે સરકારે તેને રદ કરવી પડશે. કોર્ટે જણાવ્યું હતું કે રાજકીય પક્ષો ચૂંટણી પ્રક્રિયામાં સંબંધિત સંસ્થાઓ છે અને ચૂંટણીની પસંદગી માટે રાજકીય પક્ષોના ભંડોળ વિશેની માહિતી જરૂરી છે. સુપ્રીમ કોર્ટનું માનવું છે કે અનામી ચૂંટણી બોન્ડ યોજના કલમ 19(1)(A) હેઠળ માહિતીના અધિકારનું ઉલ્લંઘન છે. સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે કાળાં નાણાને અંકુશમાં લેવા માટે માહિતીના અધિકારનું ઉલ્લંઘન વાજબી નથી.
- Electoral Bonds Scheme : સુપ્રીમ કોર્ટે ઇલેક્ટ્રોરલ બોન્ડ યોજના રદ કરી
- Supreme Court: સુપ્રીમ કોર્ટે ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમ પર કેન્દ્રને કહ્યું- પારદર્શિતાની જરૂર