ગુજરાત

gujarat

ETV Bharat / videos

ગુજરાતી લોકોની કુવૈતમાં અટકાયત મુદ્દે ઋષિકેશ પટેલનું નિવેદન - Rishikesh Patel statement - RISHIKESH PATEL STATEMENT

By ETV Bharat Gujarati Team

Published : Jun 23, 2024, 5:08 PM IST

Updated : Jun 24, 2024, 12:20 PM IST

મહેસાણા: સાબરકાંઠાના 10 લોકોની કુવૈતમાં અટકાયત મુદ્દે ગુજરાત સરકારના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલનું નિવેદન હતું કે, 
આ મામલો જેવો રાજ્ય સરકારના ધ્યાનમાં મૂકવામાં આવ્યો ભારત સરકાર એક્ટિવ થઈ છે. ગુજરાત સરકાર તરફથી ભારત સરકારમાં આ મુદ્દે રજૂઆત કરાઈ છે . વહેલામાં વહેલી તકે આ લોકોને રિલીફ મળે તેવા પ્રયત્નો કરાઈ રહ્યા છે . ભારત સરકારને આ બાબતની જાણ કરી ચૂક્યા છીએ. 

શુ છે સમગ્ર મામલો: કુવૈતમાં 10 ગુજરાતીઓની અટકાયત કરવામાં આવી છે. આ ગુજરાતીઓની ગેરકાયદે રહેતા હોવાના આક્ષેપ સાથે અટકાયત કરવામાં આવી છે. આ અટકાયત કરાયેલા ગુજરાતીઓ સાબરકાંઠાના વિજયનગરના રહેવાસી હોવાનું જાણવા મળી રહ્યું છે. કુવૈતમાં દઢવાવના કલાલ પરિવારના સભ્યોની અટકાયત કરાઇ છે.

Last Updated : Jun 24, 2024, 12:20 PM IST

ABOUT THE AUTHOR

...view details